SURAT

લિંબાયતમાં કૌટુંબિક કાકાએ બળાત્કાર ગુજારી યુવતીને ગર્ભવતી બનાવી દીધી

સુરત: લિંબાયત વિસ્તારમાં રહેતી યુવતી ઘરમાં એકલી હતી ત્યારે તેના જ વિસ્તારમાં રહેતા જ રહેતા કૌટુંબિક કાકાએ ઘરમાં ઘૂસી જઈ એકલતાનો લાભ લઈ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. બે બાળકોના પિતા એવા નરાધમે ભત્રીજીને આ વાત કોઈને કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ આ વાતની જાણ કોઈને કરી ન હતી પરંતુ ચાર મહિના બાદ તેને ગર્ભ રહી જતાં સમગ્ર હકીકત બાહર આવી હતી.

તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ લિંબાયત વિસ્તારમાં રહેતી એક યુવતી બપોરે આશરે ત્રણેક વાગ્યાના અરસામાં ઘરમાં એકલી હતી અને ઘરકામ કરતી હતી ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. આ તકનો લાભ ઉઠાવી આ જ વિસ્તારમાં રહેતા તેના કૌટુંબિક કાકા ફિરોજ નિઝામ્મુદ્દીન મન્સુરી અચાનક જ ઘરમાં ઘૂસી ગયો હતો અને ઘરનો દરવાજો બંધ કરી રસોડામાં કામ કરતી ભત્રીજીને પાછળથી પકડી લીધી હતી. આ સમયે યુવતીએ તેનો પ્રતિકાર કરવાની કોશિશ કરી હતી પરંતુ તેનું મોઢું દબાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ અગર તુને આજ કી બાત કિસી કો બતાઈ તો તુજે જાન સે માર દૂંગા તેમ ધમકી આપી ભાગી ગયો હતો. ધમકીથી ગભરાયેલી યુવતીએ આ વાતની જાણ કોઈને કરી ન હતી. પરંતુ ચાર મહિના બાદ યુવતી ગર્ભવતી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ભોગ બનનાર યુવતીએ પરિવારને હકીકત જણાવતા ફિરોજ સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી નરાધમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top