Gujarat

નખત્રાણાથી માંડવી દવાખાને જતા પરિવારને નડ્યો અકસ્માત, 3 વર્ષના બાળક સહિત 4નાં મોત

ભૂજ: નખત્રાણા (Nakhtrana) તાલુકાના ધાવડાથી દેવપરને જોડતા માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત (Death) નિપજ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિની હાલ ગંભીર છે. બનાવની જાણ થતા જ પરિજનો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પરિવાર સારવાર માટે માંડવી આવી રહ્યા હતા અને ત્યારે રોડ પર ઉભેલા ટ્રકની (Truck) પાછળ કાર (Car) ઘૂસી ગઈ હતી. જેના કારણે કારના આગળના ભાગના ફૂરચેફૂરચાં ઉડી ગયાં હતા.

મળતી વિગત અનુસાર નખત્રાણા તાલુકાના ધાવડાથી દેવપરને જોડતા માર્ગ પર ભયનાક અકસ્માત સર્જાયો હતો. જેમાં નખત્રાણાના ગોસ્વામી પરિવાર માંડવી ખાનગી તબીબને ત્યાં દવા લેવા માટે આવ્યા હતા. મળતી વિગતો અનુસાર ગોસ્વામી પરિવારની બાળકીને ખેંચની બીમારી છે અને જેની દવા માંડવીની ખાનગી તબીબને ત્યાં દવા ચાલુ છે. ત્યારે ગત રાત્રે બાળકીને ખેંચનો હુમલો આવતા પરિવાર કારમાં બાળકીના લઈને ઈલાજ માટે માંડવી જતા હતા. ત્યારે નખત્રાણાના દેવપર માર્ગ પર ઊભેલી ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. કારના આગળના ભાગના ફૂરચેફૂરચાં ઉડી ગયાં હતા.

આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યો સાસુ, વહુ, પૌત્ર અને દિયરને ગંભીર ઈજાઓ પહોંચવાથી ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે જેની દવા લેવા જતા હતા એ બાળકી અને તેના પિતા ચેતન ગોસ્વામીને ઇજા પહોંચતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ચેતન ગોસ્વામી અને તેમના કાકા પરેશ ગોસ્વામી હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે.

આ અકસ્માતમાં ત્રણ વર્ષના બાળક સહિત તેની માતા,દાદી અને કાકા પણ મૃત્યુ પામ્યા છે. જ્યારે બાળકીને અને ચેતન ગોસ્વામીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ભૂજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધાવડાથી દેવપરને જોડતા માર્ગ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને કબજે લીધા હતા.

  • કસ્તુરબેન દિનેશભારથી ગોસ્વામી (ઉં. વ. 53 વર્ષ)
  • સંગીતાબેન ચેતનભારથી (ઉં વ. 25 વર્ષ )
  • પરેશભારથી બચુભારથી (ઉં વ. 50 વર્ષ)
  • મનભારથી ચેતનભારથી (ઉં વ. 3 વર્ષ)

Most Popular

To Top