અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) માં આગ (Fire) ની ઘટના સામે આવી છે. જેમાં ઊંઘમાં જ આખો પરિવાર જીવતો ભૂંજાઈ ગયો હતો. આ ઘટના બની છે શાહપુરા વિસ્તારમાં. જ્યાં એક મકાન (Building) માં આગ લાગતા 8 વર્ષનાં બાળક સહિત દંપતીનું મોત (Death) નીપજ્યું છે. જો આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું હતું. હાલમાં ફાયર વિભાગે એફએસએલ (FSL) ની ટીમની મદદથી આગ લાગવાનું કારણ શોધવા તપાસ શરુ કરી છે.
આખો પરિવાર ઊંઘમાં જ મોતને ભેટયો
અમદાવાદ શાહપુરા દરવાજા બહાર માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલી ન્યૂ એચ. કોલોનીમાં રહેતા જયેશભાઈ વાઘેલા અમદાવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. તેઓના પરિવારમાં પત્ની હંસા બેન વાઘેલા અને તેઓનો 8 વર્ષનો દીકરો રેહાન છે. સોમવારનાં રોજ વહેલી સવારે તેઓનાં મકાનમાં કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. જેના કારણે જયેશ ભાઈ સહિત તેઓની આખો પરિવાર ઊંઘમાં જ મોતને ભેટયો હતો. જો કે આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરના જવાની જ્યારે ઘરમાં પહોંચ્યા ત્યારે રૂમમાં ચારેય બાજુ માત્ર ધુમાડો જ ધુમાડો હતો અને મકાનમાં ગાદલામાં આગ ચાલુ હતી. જેથી તેઓએ આગ બૂઝાવી હતી. જો કે ઘરમાં જોતા ખૂબ જ ધૂમાડો હતો અને ત્યાં જોતા એક બાળક સહિત ત્રણ લોકો મૃત હાલતમાં પડ્યા હતા. જેના પગલે સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.
મકાનમાં આગ લાગવાનું કારણ અકબંધ
આગમાં જયેશભાઈ, પત્ની હંસાબેન તેમજ 8 વર્ષનો દીકરો રેહાનનું મોત નીપજ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, ઘરમાં આગ લાગી હોય ત્યારે પરિવાર ભર નિંદ્રામાં હોવાના કારણે જાણ જ ન થઇ હોય. ઘરમાં જ્યારે આગનો ધુમાડો ફેલાયો હયો ત્યારે પરિવારજનોને ઘરની બહાર નીકળવાની મોકો ન મળ્યો હોવાથી તમામ લોકો મોતને ભેટ્યા હોય શકે છે. મકાનમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આગનું કારણ જાણવા માટે ફાયર વિભાગે એફએસએલની ટીમની મદદ લીધી છે. જેથી એફએસએલની ટીમની તપાસ બાદ જ આગનું કારણ જાણવા મળશે.