કોઇક ચિંતકે કહ્યું કે ‘મેન આર ફ્રોમ, માર્સ એન્ડ વુમન આર ફ્રોમ વિનસ’. સ્ત્રી અને પુરુષ એ બે ભિન્ન ગ્રહ પરથી આવેલાં છે. તેથી બંનેની શારીરિક રચના, વિચારસરણી, કામગીરી ભિન્ન જ રહેવાનાં. બે જુદા જુદા ગ્રહ પરથી આવેલાં વાસીઓએ એકબીજાની ખામીઓ સુધારી, એકબીજાનાં પૂરક બની અનુકૂલન સાધવું અને તે પણ એકબીજાનાં માલિક નહીં, પરંતુ મિત્ર બનીને. પરંતુ આજે આવું બિલકુલ જોવા મળતું નથી. તૂટતી જતી લગ્ન સંસ્થામાં આર્થિક કારણો, સહિષ્ણુતાનો અભાવ, સમજદારીનો અભાવ, સ્ત્રી-દાક્ષિણ્યની ભાવનાનો અભાવ, દાંમ્પત્યજીવનમાં અન્યોની દખલગીરી વગેરે જોવા મળે છે અને કયારેક સ્વધર્મ બજાવ્યા વગર સામી વ્યકિત પાસે રાખેલી વધુ પડતી અપેક્ષા પણ લગ્નવિચ્છેદમાં પરિણમે છે અને કયારેક ‘પારકે ભાણે મોટો લાડુ’, અને પોતે ‘રામ’ ન હોય તો ય ‘સીતા’ ની અપેક્ષા લગ્નવિચ્છેદનું કારણ બને છે – લગ્ન તો થાય છે, પરંતુ સંલગ્ન નથી થવાતું! સપ્તપદીના ફેરા ફરતાં આધુનિક યુવાનો આ દિશામાં વિચારે! સુરત – વૈશાલી જી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
તૂટતી જતી લગ્નવ્યવસ્થા: જવાબદાર પરિબળો
By
Posted on