National

ગાય-ભેંસ વધુ દૂધ આપે તે માટે અપાતા ઈન્જેક્શન બનાવતી પૂણેની કંપની પર દરોડા

પુણે: મહારાષ્ટ્ર (Maharastra) પોલીસે પુણેમાં (Pune) નકલી ઈન્જેક્શન (Duplicate Injections) બનાવતી એક કંપની પર દરોડા (raid) પાડ્યા છે. આ કંપની નકલી ઓક્સીટોસિન ઈન્જેક્શન ( Oxytocin injection) બનાવતી હતી જે પ્રાણીઓને આપવામાં આવતા હતા. આ નકલી ઈન્જેક્શનમાં રહેલા હોર્મોન્સથી (harmones) પશુઓ પોતાની ક્ષમતા કરતા વધુ દૂધ આપે છે. ઘાતક તત્વો યુક્ત આ દૂધનું સેવન કરનાર બાળકો (children) અને ગર્ભવતી મહિલાઓના (pregnent women) સ્વાસ્થ્ય (health) માટે જોખમ (dangerous) સાબિત થઈ શકે છે. મળતી માહિતીના આધારે, પુણે પોલીસે ગેરકાયદેસર રીતે ઓક્સીટોસિનનું ઉત્પાદન કરતી ફેક્ટરી (factory) પર દરોડો પાડ્યો છે અને ફેક્ટરીમાંથી 52 લાખનો (52 lakhs) સામાન જપ્ત (siezed) કરાયો છે.

પોલીસે જપ્ત કર્યો 52 લાખનો સામાન
મહારાષ્ટ્રના પુણેમાં નકલી હોર્મોન ઈન્જેક્શન ઓક્સિટોશન કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કંપની ઓક્સીટોસિન હોર્મોનનું ઇન્જેક્શન બનાવતી હતી, જે પ્રાણીઓમાં દૂધ ઉત્પાદન વધારવા માટે વપરાતી ગેરકાયદેસર દવા છે. આ ઓપરેશનમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરવા ઉપરાંત ફેક્ટરીમાંથી રૂ. 52 લાખનો સામાન જપ્ત કર્યો છે. નકલી દવાઓના વિરોધી એન્ટી એકઝેકયુટેશન સ્ક્વોડે ગાય અને ભેંસોને વધુ દૂધ આપવા માટે હોર્મોન ઈન્જેક્શન ઓક્સીટોશન બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડી તમામ માલસામાન જપ્ત કર્યો હતો.

આ ગંભીર રોગો મનુષ્યમાં થઈ શકે છે
પુણેના કલવર બસ્તીના લોહગાંવમાં આ ગેરકાયદેસર ઈન્જેક્શન બનાવતી ફેક્ટરી ચાલતી હતી. જો મનુષ્ય પ્રાણીઓનું ઓક્સીટોસિન યુક્ત દૂધ પીએ તો તેને શ્વાસ સંબંધી રોગ થઇ શકે છે. બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે તો આ હોર્મન વધુ જોખમી છે કારણ કે આવા દૂધના સેવનથી બાળકોને કમળો અને સ્ત્રીઓને ગર્ભપાત જેવી અનેક ગંભીર બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

પોલીસની આ મોટી દરોડા કાર્યવાહી પછી, ગેરકાયદેસર ઈન્જેક્શન ફેક્ટરી ચલાવતા સમીર કુરેશી સહિત ચાર લોકોની એન્ટી એકઝેકયુટેશન સ્ક્વોડના પોલીસ ઈન્સ્પેક્ટર વિનાયક ગાયકવાડે ધરપકડ કરી હતી. આ બનાવની વિગતો બહાર આવતા બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ ગણાતા દૂધની ગુણવત્તા પર સવાલ ઉઠવા પામ્યા છે અને મહારાષ્ટ્ર પોલીસે બનાવની અન્ય કડીઓ અંગે વધુ તાપસ હાથ ધરી છે સાથે જ અહીં બનાવવામાં આવતા ઈન્જેકશનના ગ્રાહકોની શોધ શરૂ કરી છે.

Most Popular

To Top