Vadodara

ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ મસયુને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન

વડોદરા: નેશનલ સર્વિસ સ્કીમ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ એમ.એસ.યુિન.ને વર્ચ્યુઅલ સેલ્ફ ડિફેન્સ કેમ્પ યોજવા બદલ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. વર્ચ્યુઅલ સેલ્ફ ડિફેન્સ કેમ્પના ચીફ ઈન્સ્ટ્રકટર શશિકાંત શર્મા જણાવે છે કે, નેશનલ સર્વિસ સ્કીમ એટલે એન. એસ.એસ. દ્વારા યુનિવર્સિટીના િવદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ કેમ્પ યોજવામાં આવે છે. આ કેમ્પ છેલ્લા અગીયાર વર્ષથી યોજાઈ રહયો છે. પરંતુ હાલ કોરોનાને કારણે વર્ચ્યુઅલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેમ્પના ચીફ ઈન્સ્ટ્રકટર શશિકાંત શર્મા તેમજ અન્ય પ્રશિક્ષકો દ્વારા સેલ્ફ ડિફેન્સની તાલિમના વિડિયો બનાવવામાં આવ્યા હતા.

જે વિડિયો જોઈ તાલીમાર્થીઓએ એમાંથી કોઈપણ એક ટેકનિક શીખી તેનો વિડિયો બનાવી યુનિવર્સિટીના પોર્ટલ પર કે તેમના ગ્રુપમાં શેર કરવાનો હતો. જેનો હેતુ ફકત તાલીમાર્થીઓએ ટેકનિક વ્યવસ્થિત રીતે ગ્રહણ કરી છે. વર્ચ્યુઅલ સેલ્ફ ડિફેન્સ કેમ્પમાં જોડાવવા માટે ગુજરાતભરમાંથી 4000 જેટલા રજિસ્ટ્રેશન નોંધાયા હતા.  જેમાં 3,371 જેટલા લોકો આ કેમ્પમાં જોડાયા હતા અને સેલ્ફ ડિફેન્સની તાલીમ લીધી હતી. સમગ્ર ભારતમાં પ્રથમવાર આવો કેમ્પ યોજાયો હતો અને આટલી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જેનો રેકોર્ડ ઈન્ડિયા બુકમાં નોંધાયો અને એન.એસ.એસ. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ મ.સ.યુનિ.ને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં સ્થાન પ્રાપ્ત થયું હતું.

Most Popular

To Top