વર્ષોથી માનવી ભાઈચારા માટે લઘુમતી અને બહુમતી કોમો ખભે ખભા મિલાવી શાંતિના માહોલમાં વેપાર ધંધો પણ વિક્સ્યો અને બે પાંદડે થયા. એકબીજાની ટીકા કે અણછાજતાં વર્તનથી બને ત્યાં સુધી દૂર રહ્યા. ઈફતાર પાર્ટીમાં પણ સહર્ષ ભાગીદારી થઈ. એકબીજાને મુબારકબાદી પાઠવી. પડોશમાં રહેતા વિધર્મીઓ સાથે વાટકી વ્યવહાર અને ક્યારેક બેટી વ્યવહાર પણ થતો. રાજકર્તાઓ મતે અંકે કરવા, એક બીજી કોમોના મૌલવીઓ અને ધર્માધિકારીઓ વચ્ચે ફૂટ પડાવવા બખડજંતર કરીને ભાઈચારાની ભાવનાને બટ્ટો લગાડનાર રાજકારણીઓને કદી માફ કરી શકાય નહિ. બંને કોમોની વ્યકિતઓ અહીં ભારતની ભૂમિ પર જન્મી અને આ જ જમીન પર દફન થવાના છે. મુસ્લિમ ધર્મીઓને પાકિસ્તાન સ્વીકારવા તૈયાર થતું નથી અને જાણે કોઈ ઈતર કોમ હોય તેમ તેઓને મુજહીદ કહીને પોતાના ભાઈ ભાંડુનું સ્વમાન ઘવાય એવો પ્રચાર અને પ્રયાસ કરવામાં આવે છે.
રાંદેર – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)