ઉત્તર પ્રદેશમાં બાહય પરિબળો જ કંઇ કામ કરી શકશે

હું છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશમાં નથી રહ્યો અને હું જે કંઇ કહું છું તે મારી તાજેતરની કે ઘટનાસ્થળની ભૂમિકાની વાત નથી. આમ છતાં છેલ્લાં થોડાં વર્ષોની મતદાનની જે તરાહ જોવામાં આવે છે તેને આધારે રાજયની ચૂંટણીની શકયતાઓ જણાશે. 2012 માં સમાજવાદી પક્ષ 29 ટકાના મત હિસ્સા સાથે સમાજવાદી પક્ષે પૂર્ણ બહુમતી મેળવી હતી. નોંધપાત્ર એ છે કે ભારતીય જનતા પક્ષ નહીં પણ બહુજન સમાજ પક્ષ 26 ટકા મત હિસ્સા સાથે બીજા ક્રમે આવ્યો હતો. ભારતીય જનતા પક્ષ ત્યારે ઉમા ભારતીની આગેવાની હેઠળ કામ કરતો હતો અને તેને માત્ર 15 ટકા મત મળ્યા હતા. બે વર્ષ પછી 2014 માં ભારતીય જનતા પક્ષે પોતાના મતનો હિસ્સો ત્રણ ગણો કરી નાંખ્યો હતો. અપના દળના સાથમાં તેણે 42 ટકા મત મેળવ્યા હતા અને તેનો પોતાનો મત હિસ્સો 40 ટકા હતો. તેના બે કારણ છે! નરેન્દ્ર મોદીની ચમત્કારિક નેતાગીરી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કોમી રમખાણો. 2013 ના ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં મુઝફ્ફરનગર અને શાવલીમાં હિંસા અને બળાત્કારના શ્રેણીબધ્ધ બનાવ બન્યા અને મોટે ભાગે મુસલમાનો સહિત હજારોને રાહત છાવણીમાં રહેવું પડયું.

આ ધૃવીકરણ લાંબો સમય રહ્યું અને ભારતીય જનતા પક્ષની 2014 અને 2017 ની ચૂંટણી ઝુંબેશે મત પ્રાપ્તિ માટે હિંસાનો ઉપયોગ કર્યો. ‘હિંદુ’ અખબારે માર્ચ 2017 માં હેવાલ આપ્યો કે જાટ મતોનું વિભાજન થયું હતું અને લોકદળમાંથી ભારતીય જનતા પક્ષે એ મત મેળવ્યા હતા. હેવાલમાં જણાવાયું હતું કે જાટને એવું કહેવામાં આવ્યું હતું કે તમારો ભારતીય જનતા પક્ષ વિરોધનો મત મુસ્લિમ સરકાર બનાવવામાં મદદ કરશે અને અમિત શાહે જાટ નેતાઓ સાથેની સભાનો ઓડિયો ફૂટી ગયો હતો પણ આ બેઠકની જાટ સમાજ પર ખાસ્સી અસર પડી હતી. ખરેખર તો જાટ સમાજ ગભરાઇ ગયો હતો અને તા. 11 મી ફેબ્રુઆરીએ મતદાન થયું ત્યાં સુધીમાં અડધોઅડધ જાટ સમાજ ભારતીય જનતા પક્ષમાં આવી ગયો હતો અને આખરે હિંદુઓ ભારતીય જનતા પક્ષમાં ભળી ગયા હતા. ભારતીય જનતા પક્ષે ફરી 40 ટકા મત સાથે રાજયનો કબ્જો મેળવ્યો. 2017 ની ચૂંટણીના મતદાન સાથે અર્થતંત્રનો મામલો પણ ભળ્યો હતો. નોટબંધીના થોડા જ સમયમાં આ મતદાન થતાં લોકોમાં ખાસ કરીને ગરીબોમાં હતાશા પ્રસરી હતી પણ તેની ભારતીય જનતા પક્ષને નકારાત્મક અસર નહીં નડતાં તેનું વર્ચસ્વ ચાલુ રહ્યું હતું.રસપ્રદ રીતે સમાજવાદી પક્ષે 2012 નો 29 ટકા મત હિસ્સો જાળવી રાખ્યો હતો. બહુજન સમાજ પક્ષે પોતાનો મત હિસ્સો આ ચૂંટણીમાં ગુમાવ્યો હતો.

બે હરીફ પક્ષો સમાજવાદી પક્ષ અને બહુજનસમાજ પક્ષ 2019 પછી એક થઇ ગયા અને આ વખતે બધાને હતું કે આ વખતે ભારતીય જનતા પક્ષને ભયંકર ટક્કર આપવી પડશે પણ એવું નહીં થયું અને તેને લગભગ 50 ટકા જેટલો મતનો હિસ્સો મળ્યો હતો. આ બાબતનું બાહ્ય પરિબળ હતું ભારતનો પાકિસ્તાન પરના હુમલો. ફેબ્રુઆરીના અંતમાં બાલકોટ પર હુમલો થયો અને મતદાન તેના થોડા સપ્તાહો પછી થયું. 2017 નાં પરિણામોમાં નોટબંધીએ કેટલી અસર કરી છે તે આપણે ચોક્કસપણે જાણી શકતા નથી તેમ આ બાહ્ય પરિબળ કેટલું અસર કરી શકયું તે પણ આપણે જાણી શકતા નથી પણ આપણે ધારણા રાખી શકીએ છીએ કે કોમી ધૃવીકરણ પર ભારતીય જનતા પક્ષે કેટલું ધ્યાન આપ્યું છે. આ રાજકારણ અને તેની મત બેંકોનું ચાલક બળ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ ભારતીય જનતા પક્ષના વિરોધીઓ સામે તા. 28 મી જાન્યુઆરીએ ટવીટ કર્યું કે તેઓ જિન્નાપૂજક છે. તેઓ સરદાર પટેલના પૂજક છે. પાકિસ્તાન તેમને વ્હાલું છે પણ અમે મા ભારતી માટે બલિદાન આપીએ છીએ. આના એક દિવસ પહેલાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે પાકિસ્તાનના સ્થાપક જિન્નાનું નામ ચૂંટણીમાં શા માટે લેવામાં આવે છે તે મને ખબર નથી. ઉત્તર પ્રદેશના રાજકારણમાં જેઓ આને રાજકીય સ્વરૂપ આપવા માંગે છે તેમણે જિન્નાનું નામ લેવાને બદલે ખેડૂતોની શેરડીની વાત કરવી જોઇએ.

ભારતીય જનતા પક્ષ જિન્નાહ, પાકિસ્તાન અને મુસલમાનોનાં નામ લે છે તેની પાછળનું કારણ એ છે કે તેણે ભૂતકાળમાં તેમને માટે કામ કર્યું છે તેથી તેનો ઉપયોગ ચાલુ રહેશે. અછડતા અંદાજ મુજબ કહી શકાય કે ભારતીય જનતા પક્ષે ઉત્તર પ્રદેશમાં છવાઇ જવા માટે ગત ત્રણ ચૂંટણીનો પોતાનો હિસ્સો જાળવી રાખવો પડશે. માત્ર જીતવાથી તો તે પોતાનો દસ ટકા મત હિસ્સો ગુમાવી સમાજવાદી પક્ષ પોતાને માટે વિક્રમસર્જક મત હિસ્સો પ્રાપ્ત કરવા આગળ વધી રહ્યો છે, પણ તે ભારતીય જનતા પક્ષને પુનરાવર્તન કરતાં અટકાવી શકશે? બાહ્ય પરિબળ જ કંઇ કરી શકે. તેમાં ખેડૂતોનો વિરોધ, રેલવે અને અન્ય કેન્દ્રીય નોકરી માટેનું વર્તમાન આંદોલન, ગત વર્ષની કોવિડની પરિસ્થિતિ, કોમી ધૃવીકરણ… ચૂંટણી આ પ્રશ્નોના જવાબ આપી શકશે એમ લાગે છે.

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top