નવી દિલ્હી: ભારતના (India) વિદેશ મંત્રી એસ જયશંકરે (External Affairs Minister S Jaishankar) ફરી એકવાર પાકિસ્તાનને (Pakistan) આતંકવાદ (Terrorism) માટે ઠપકો આપ્યો છે. એસ જયશંકરે કહ્યું કે વિશ્વ પાકિસ્તાનને આતંકવાદના એપી સેન્ટ્રર તરીકે જુએ છે. તેમણે કહ્યું કે બે વર્ષનો કોરોના સમયગાળો હોવા છતાં, વૈશ્વિક સમુદાય ભૂલ્યો નથી કે આતંકવાદની આ મૂળ ક્યાં છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પત્રકાર દ્વારા પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાનીના નિવેદનથી સંબંધિત પ્રશ્નનો વળતો જવાબ એસ જયશંકરે આપ્યા હતો. પત્રકારના પ્રશ્ન પર જવાબ આપતા અને ભારત પર આરોપ લગાવતા કહ્યું હતું કે “ભારત કરતા વધુ સારી રીતે કોઈ દેશે આતંકવાદનો ઉપયોગ કર્યો નથી.”
હિના રબ્બાનીના નિવેદન પર એસ જયશંકરનો વળતો પ્રહાર
પરિષદમાં એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનનો ઉલ્લેખ કર્યો. એસ જયશંકરે કહ્યું કે મેં મીડિયા રિપોર્ટમાં હિના રબ્બાનીનું નિવેદન વાંચ્યું. આ દરમિયાન મને લગભગ એક દાયકા પહેલાની વાત યાદ આવી. જ્યારે હિલેરી ક્લિન્ટને પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ત્યારે હિના રબ્બાની ખાર પણ મંત્રી હતા. આ દરમિયાન ક્લિન્ટને રબ્બાની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “તમે તમારા ઘરની પાછળના યાર્ડમાં સાપને ફક્ત તમારા પાડોશીને જ ડંખ મારશે તે વિચારીને રાખી શકતા નથી.” જેમણે તેમને રાખ્યા છે તેમને પણ તેઓ ડંખ મારશે. પરંતુ તમે બધા જાણો છો કે પાકિસ્તાન સારી સલાહ લેવા માટે જાણીતું નથી. શું તમે જુઓ છો કે આજે ત્યાં શું થઈ રહ્યું છે?
એસ જયશંકરે પાકિસ્તાનને આપી સલાહ
એસ જયશંકરે કહ્યું કે પાકિસ્તાન પોતાની ગતિવિધિઓને સુધારે અને સારા પાડોશી બનવાનો પ્રયાસ કરે. ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે વિશ્વ ‘મૂર્ખ’ નથી અને આતંકવાદમાં સામેલ દેશો, સંગઠનો અને વ્યક્તિઓને માન્યતા આપે છે. તેમણે કહ્યું કે તેઓ (પાકિસ્તાન) ગમે તે કહેતા હોય, સત્ય એ છે કે દરેક, આખી દુનિયા આજે તેમને આતંકવાદના કેન્દ્ર તરીકે જુએ છે. એસ જયશંકરે કહ્યું, હું જાણું છું કે વિશ્વ છેલ્લા અઢી વર્ષથી કોરોના સામે લડી રહ્યું છે. આ સમય દરમિયાન ઘણી યાદો થોડી ધૂંધળી બની ગઈ છે. પરંતુ હું કહી શકું છું કે આતંકવાદ ક્યાંથી શરૂ થાય છે અને પ્રદેશની બહારની તમામ ગતિવિધિઓ પર જેની છાપ દેખાય છે તે દુનિયા ભૂલી નથી.
24 કલાકમાં બે વખત ઠપકો
વિદેશ મંત્રી એસ જયશંકરે 24 કલાકમાં બે વખત પાકિસ્તાનને ઠપકો આપ્યો છે. આ પહેલા બુધવારે વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ખુલ્લી ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને આશ્રય આપનારા અને તેમના પડોશી દેશની સંસદ પર હુમલો કરનારા આ મંચ પર પ્રચાર કરી શકતા નથી. તેમણે કહ્યું હતું કે આતંકવાદના પડકાર પર વિશ્વ એક થઈ રહ્યું છે પરંતુ કાવતરાખોરોને ન્યાય આપવા અને બચાવવા માટે બહુપક્ષીય મંચોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જયશંકરે કહ્યું કે સુધારા એ સમયની જરૂરિયાત છે. અને મને તેના વિશે ખાતરી છે.