SURAT

સુરતથી પ્રિએક્ટીવ સિમકાર્ડ દુબઈ મોકલવાના રેકેટનો પર્દાફાશ

સુરત: દેશની મોબાઈલ નેટવર્ક કંપનીઓના પ્રિએક્ટીવ સીમકાર્ડ સુરતથી દુબઈ મોકલવાના રેકેટનો સુરત એસઓજી એ પર્દાફાશ કર્યો છે. સીમકાર્ડ લઈ દુબઈની ફ્લાઈટમાં બેસે તે પહેલાં જ બે ઈસમોને પોલીસે પકડી લીધા છે. આ ઈસમો પાસેથી 192 પ્રિએક્ટિવ સીમકાર્ડ પોલીસે કબ્જે લીધા છે. આ પ્રિ એક્ટિવ સીમકાર્ડનો શું ઉપયોગ વિદેશમાં કરવામાં આવે છે તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

  • ભારતના સીમકાર્ડ વાયા દુબઈ ચાઈનીઝ કંપનીઓને વેચવામાં આવતા
  • ચાઈનીઝ કંપનીઓ ઓનલાઈન ગેમિંગના સ્કેમમાં લોકોને ફસાવવા કાર્ડનો ઉપયોગ કરતા
  • સુરત પોલીસે દુબઈની ફ્લાઈટમાં બેસે તે પહેલાં જ બે ઈસમોને પકડી લીધા

પોલીસને બાતમી મળી હતી કે, ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રિએક્ટીવ સીમકાર્ડ મેળવી દુબાઈ ખાતે મોકલવાની પ્રવૃતિ એક ટોળકી દ્વારા કરવામાં આવી રહી છે. જેથી ટોળકીનો એક સભ્ય અન્ય સભ્યને મોટી સંખ્યામાં એક્ટીવ સીમકાર્ડ આપી તેને દુબઈ ખાતે મોકલવાની ફીરાકમાં છે. બન્ને સુરત રેલવે સ્ટેશન ખાતે સીમકાર્ડની ડીલવરી કરવાની હોવાથી ભેગા થયાં હતાં.

પોલીસે અજય કિશોર સોજીત્રા તથા દુબઈના વતની એવા સહદ ફારૂક બાગુનાને ઝડપી લીધા હતાં. તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ 192 એક્ટીવ કાર્ડ મળ્યા હતાં. અજયની પૂછપરછમાં જાણવા મળ્યું કે દુબઈમાં ઓનલાઈન ગેમ રમાડતી ચાઈનીઝ કંપનીમાં ભારતીય સીમકાર્ડ દ્વારા ભારત રહેતા લોકો સાથે ઓનલાઈન ગેમીંગના નામે છેતરપિંડી થતી હોય છે. જેથી ઓર્ડર મળતાં તેઓએ સીમકાર્ડ સુરત આવી સુરત ખાતે રહેતા ઉમેશ, રેશમા તથા કેતન નામની વ્યક્તિનો સંપર્ક કરી તેઓને પ્રિએક્ટીવ સીમકાર્ડ માટે ઓર્ડર આપ્યો હતો. જેમાં આ સીમકાર્ડ સહદ ફારૂક બાગુના ફ્લાઈટમાં દુબઈ લઈ જવાનો હતો.જો કે તે અગાઉ જ પોલીસે ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top