Gujarat

‘નિકાસ પ્રેરિત વિકાસ’ અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવાશે : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આયોજીત ‘લોકલ ગોઝ ગ્લોબલ’ વિષયક પ્રિ-સમિટમાં ‘નિકાસ પ્રેરિત વિકાસ’ અર્થ વ્યવસ્થાને મજબૂત બનાવે છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રી પટેલે પીએમ નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ના નિર્ધારથી રાજ્યમાં ઉત્પાદિત સ્થાનિક વસ્તુઓનો વિદેશી બજારોમાં નિકાસ કરી ભારતીય બજારમાં વિદેશી હૂંડિયામણમાં વધારો કરી આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરી શકાશે તેમ પણ ઉમેર્યુ હતું.

આ સંદર્ભમાં તેમણે વિશ્વના બજારોમાં ભારતીય પ્રોડક્ટસની ગ્લોરીને ફરી ઊજાગર કરી વૈશ્વિક બજારો રિ-કેપ્ચર કરવાના ધ્યેય સાથે રાજ્યના ઉદ્યોગકારોને વિકાસ સાધવા અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રીએ ફાર્માસ્યૂટિકલ્સ, એગ્રો કેમિકલ્સ, પ્લાસ્ટિકની કાચી સામગ્રી, કાપડ, જેમ્સ અને જ્વેલરી, ઓર્ગેનિક કેમિકલ્સ, ડાઈ, સિરામિક વગેરેની નિકાસમાં ગુજરાત મોખરે હોવાનું જણાવી પાટણના પટોળા, કચ્છની એમ્બ્રોઇડરી, સંખેડાનું ફર્નિચર, જામનગરની બાંધણી જેવા પરંપરાગત ઉત્પાદનોને જી.આઇ. ટેગ અપાવી તેના એક્સપોર્ટમા પણ ગુજરાત સફળ રહ્યુ છે તેમ ઉમેર્યુ હતું.

“વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ” એટલે કે જિલ્લાવાર વિશેષ પ્રોડક્ટની નિકાસ માટે રાજ્યમાં વિશેષ સવલતો અને સહાય ઉપલબ્ધ કરાવવાના પરિણામ સ્વરૂપે દેશના કુલ એક્સપોર્ટમાં ૩૦ ટકાના યોગદાન સાથે ગુજરાત અગ્રેસર છે, તેમ પટેલે જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પેરિશેબલ ગુડ્સ એક્સપોર્ટ કરવાની સુવિધાયુકત ૧૦ એર ફ્રેઇટ ટર્મિનલ ઉપરાંત રોડ, રેલ્વે, એર-વે અને વોટર-વે કનેક્ટિવિટી સાથે ગુજરાત વિશ્વના બજારો સુધી પહોચવા માટેનું ગેટ-વે બની શકે તેમ છે.

તેમણે આવી ઉત્કૃષ્ટ આંતરમાળખાકીય સેવાઓના પરિણામે ગુજરાતના સ્થાનિક ઉત્પાદનોને વિશ્વ બજારમાં સરળતાએ પહોંચાડી શકાય છે, તેવો વિશ્વાસ પણ દર્શાવ્યો હતો.પટેલે રાજ્યના વિવિધ પ્રોડક્ટ્સના ઉત્પાદનો થકી ‘નિકાસ પ્રેરિત વિકાસ’ – ‘એક્સપોર્ટ લેડ ગ્રોથ’ને સિદ્ધ કરીને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો મંત્ર સાકાર કરવા સહિયારા પ્રયાસો હાથ ધરવા અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આ માટે એક સક્ષમ પ્લેટફોર્મ પુરૂં પાડે છે, એમ તેમણે કહ્યું હતું.

Most Popular

To Top