આવકના સોર્સ ઘટતા જાય છે. ટેક્ષ ભરવો કોઇને ગમતો નથી. જે લોકોને ટેક્ષ ભરવાનો આવે છે તે છૂટકારો માંગે છે. ઘરનાં બાળકોને પણ બજેટ જેવી મહત્ત્વની વાતને સમજાવવા જેવી છે. બજેટ, બચત અને આડેધડ ખર્ચાની કમાવનાર સમજ આપવી ખૂબ જ જરૂરી છે. ઘરના આર્થિક વહીવટ વ્યક્તિ એક હોય છે અને વાપરનારા અનેક હોય છે. આ વાતને ભાગ્યે જ સમજાવાય છે. ક્યારેક ઘરમાં પડતી નાણાંની તાણ સંતાનો સુધી પહોંચતી નથી. સંતાનો મોટાં થાય પણ સંતાનો સુધી પહોંચતી નથી.
સંતાનો મોટાં થાય પણ ઘરનાં વાલીઓ તેને આર્થિક સમસ્યાથી દૂર રાખે છે. સંતાનોને એ ખબર નથી હોતી કે તેનાં વાલીઓ આખો મહિનો કામ કરે છે ત્યારે પૈસા ઘરમાં આવે છે. સંતાનોને સમજાવો કે પૈસા ઝાડ પર નથી ઊગતા, એને ગમે તેમ ખર્ચવા કરતાં બચત કરવાનું પણ શીખવો તો ભવિષ્યમાં આવનારા આર્થિક ખર્ચા આસાનીથી પાર કરી શકે છે. ઘરનાં સંતાનોને ઘરના બજેટમાં રસ લેતાં કરવાં જોઇએ. તો તેઓ પૈસા પણ જરૂર પૂરતા અને જરૂર હોય ત્યાં જ વાપરતાં શીખે.
સુરત – શ્રીમતી શીલા સુભાષ ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.