Vadodara

સ્માર્ટ સિટીના સિટી બસ સ્ટેશનમાં ફાયર ગેસ સિલિન્ડર એક્સપાયરી વાળા જોવા મળ્યા

વડોદરા: વડોદરા સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ ફરી લોલમલોલ જોવા મળી હતી વડોદરા સીટી બસ જેનું સંચાલન વિનાયક લોજીસ્ટીક દ્વારા કરવામાં આવે છે તેમાં ફાયર ના ગેસ સિલિન્ડર એક્સપાયરી વાળા જોવા મળ્યા હતા, કોઈ હોનારત થાય તો બોટલ નો કેવી રીતે ઉપયોગ કરવો તે પણ ડ્રાઇવર અને કંડક્ટરની ખબર નથી. મુસાફરો માટે ટાઈમ ટેબલ ની કોઈપણ પ્રકારની સુવિધા રાખવામાં આવી નથી. વડોદરા શહેર સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે. શહેરમાં સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત મોટાભાગના પ્રોજેક્ટમાં લોલમલોલ જોવા મળી છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલ સીટી બસ સ્ટેશન વિતકોસ બસ જે વિનાયક લોજીસ્ટિક સંચાલિત કરે છે.ત્યાં વિટકોસ બસ સ્ટેશનમાં શૌચાલયમાં કેટલાક મુસાફરો પાસેથી યુરિન કરવાના પણ પૈસા લેવામાં આવી રહ્યા છે.

બીજી બાજુ  ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા ફાયર એન ઓ સી, ફાયર સેફટી ન હોય તો પ્રાઇવેટ પ્રોપર્ટી ઓને સીલ મારવામાં આવી રહ્યા છે. ત્યારે વિટકોસ બસ માં કોઈપણ સેફ્ટીના સાધનો નથી, ફાયર સેફ્ટીના બોટલો એક્સપાયરી વાળા થયેલ હાલતમાં જોવા મળે છે. કેટલીક બસોમાં ફાયર સેફ્ટીના સાધનો નથી, સાથે સિટી બસનાં ચાલકોને તેમજ કંડકટરને ફાયર સેફ્ટીના બોટલોને કઈ રીતે ઉપયોગ કરવો તેનું પણ જ્ઞાન નથી. કેટલાક મુસાફરોને બસ ના ટાઇમ ટેબલ વિશે માહિતી નથી હોતી. પાલિકાના દ્વારા મેયર કેયુર રોકડીયા, મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા કહેવામાં આવે છે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે

Most Popular

To Top