વ્યારા: સોનગઢ (Songhadh) તાલુકાના ધનમૌલી ગામેથી જાન લઈને ઉનાઈના ચરવી ગામે જતી ખાનગી બસ (Bus) સાથે આયસર ટેમ્પો (Eiser Tempo) ધડાકાભેર અથડાતા અફડા- તફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. જોકે, અકસ્માતને (Accident) પગલે આસપાસનાં ગામનાં લોકો દોડી આવ્યા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી. આ અક્સ્માતમાં ૨૭ જેટલાં લોકોને સામાન્ય ઇજા થઈ હોવાનું જાણવા મળ્યુ છે. અકસ્માતને પગલે ટ્રાફિક જામની (traffic jam) સ્થિતિ નિર્માણ થઈ હતી. જાનૈયા ભરી જતી ખાનગી બસનાં ચાલકે ગફલત ભરી રીતે હંકારી આયસર ટેમ્પાની પાછળથી ટક્કર (clash) મારી હતી. ઈજા થયેલા જાનૈયાઓને ડોલવણ (Dolavan), ગડત તથા વ્યારા (vyara) રેફરલ હોસ્પિટલ (Referral Hospital) ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જોકે, કોઇ જાન હાનિનો બનાવ બન્યો ન હતો.
મોપેડમાં પંકચર પડતાં બે શખ્સો પટકાયા: આધેડનું મોત
કામરેજ: વિહાણ પાસે મોપેડના પાછળના વ્હીલમાં પંકચર પડતાં બંને મોડેપ સવારો રોડ પર પટકાયા હતા. જેમાંથી એકનું ટુંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
અમરોલી ન્યુ કોસાડ રોડ પર આવેલી જીવનજયોત સોસાયટીમાં મકાન નંબર 125માં રહેતા અને સુરત દિલ્હી ગેટ પાસે આવેલી હોઝીયરીની દુકાનમાં નોકરી કરતાવિજયભાઈ ગોહિલ (ઉ.57) શનિવારના રોજ સવારે દુકાનના માલિકની મોપેડ નંબર જીજે 05 એલપી 5091 લઈને સાથે કામ કરતા કાઈડ એહમદ દાગીનાવાલા સાથે કાપડના સેમ્પલ બતાવવા માટે બારડોલી અને ત્યારબાદ માંડવી ખાતે ગયા હતાં. માંડવીથી પરત સુરત દુકાન પર જવા માટે નીકળ્યા હતાં. મોપેડ કાઈડભાઈ ચલાવી રહ્યા હતા. ત્યારે સાંજના 6.30 કલાકે નગોડથી વિહાણ જતા રોડ પર વિહાણ ગામની હદમાં મોપેડના પાછળના વ્હીલમાં અચાનક પંકચર પડ્યું હતું. જેથી મોપેડ સવાર બન્ને ઈસમો રોડ પર પટકાયા હતાં. જ્યારે પાછળ બેસેલા વિજયભાઈને માંથામાં ઈજા થતાં સારવાર માટે 108માં સુરત નવીસિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જેમનું ટુંકી સારવાર દરમ્યાન રવિવારના રોજ બપોરના 12.30 કલાકે મોત નીપજ્યું હતું. જે અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.