Business

પરીક્ષા જીવન નો એક ભાગ છે, પૂરે પૂરું જીવન નથી.

“તું ગભરાયા વિના પરીક્ષા આપજે , રિઝલ્ટ ના દિવસે મીઠાઈ વેહચીશું એ પાક્કું”
આ બે લીટી પરીક્ષા આપવા જતા તમારા સંતાન ને જરૂર કહેજો.
એ તમારા સંતાન નું રિઝલ્ટ તો નહીં બદલી શકે પણ એ તમારા સંતાન ની મનો: સ્થિતિ જરૂર બદલી શકશે.
બાળકો તમારા બધાની આંખો માં એક સપનું છે અને એ સપનું પૂરું કરવાની આ પેહલી તક છે બોર્ડ ની પરીક્ષા. થોડો ડર લાગવો સ્વાભાવિક છે, પણ એક વાત યાદ રાખજો ડર લાગે એનો અર્થ એ નથી કે તમે નબળા છો. ડર લાગે એનો અર્થ છે કે તમે પરીક્ષા ને લઇને ગંભીર છો.

પરીક્ષા માં વધારે પડતા વિચારો ને ડર તમને આવડતું પણ ભુલાઈ દે છે તો વિધાર્થી મિત્રો તમે પરિણામ ની ચિંતા છોડો જે તમને આવડે છે એ ના પર પૂરતું ધ્યાન આપો. જો કોઈ કારણસર   માર્ક્સ ઓછા આવે તો યાદ રાખજો કોઈ એક એવું પરિણામ તમારું જીવન નક્કી નથી કરતું, પરીક્ષા જીવન નો એક ભાગ છે પૂરે પૂરું જીવન નથી. તમારી અંદર એક  અદ્ભુત કળા છે જે આ માર્ક્સ થી પણ વધુ છે, રીઝલ્ટ એ ફક્ત તમે આપેલી પરીક્ષા નું પ્રમાણ છે.

ચંદ્રકાંત બક્ષી સાહેબે સુંદર વાત કહી છે,  “તમારું બાળક ખૂબ ઝડપથી દોડી શકશે, જો તમે એની પીઠ પરથી ઉતરી જશો તો.” વાલી મિત્રો પોતાના બાળક ની પોણા ભાગ ની જિંદગી પોતેજ જીવી લેતા હોય છે. માં બાપ ની મહત્વાકાંક્ષા ઓ મોટે ભાગે બાળકો માં માનસિક તાણ નો જન્મ આપે છે. પોતાના બાળક ની સરખામણી બીજા બાળકો સાથે નહિ કરો. એવા ઉદાહરણ નહીં આપો કે જેમાં તમારા બાળક ની પોતાની હિંમત તૂટતી દેખાઈ. તમારા બાળક સાથે મિત્રતા જેવો હૂંફાળો વ્યવહાર હંમેશા રાખો.
સૂરત     – કૃણાલ કંસારીવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભાષા અપમાન પણ કરે, સન્માન પણ કરે
હાલમાં ઉપરોક્ત ટાઇટલનું અનુરૂપ દૈનિક પેપર આધારિત સમાચારમાં આ આદમી પાર્ટીના જવાબદાર નેતા અરવિંદલાલ કેરીવાલે એક મિટીંગમાં ભાંડો વાટીયો જેમાં કેટલા સમાજના સેમિનાર હતા નેતા વિશે તેમને ભાષણ આપવાનું હતું. તેમાં તેમણે કહ્યું કે મહાન ક્રિકેટર કોહલી કળી સમાજનો છે. તેનું મને સમાજ પ્રત્યે ગૌરવ છે. આવી રીતે ઘણીવાર અધુરી માહિતીથી તથા અણસમજણથી જાહેરમાં અપમાનિત થવું પડે છે. નહિ ખબર હોય તો મૌન રહેવું હિતાવહ છે. બીજુ અગત્યનુ વાણી અને પાણી વહી ગયા પછી પાછા આવતા નથી.
સુરત     -મહેશ આઇ. ડોક્ટર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top