સુરત: સુરત(Surat) શહેરમાં જાતિના દાખલાઓ માટે સિટી પ્રાંત ગૌતમ મીયાણીએ ખાનગી(Private), સરકારી(Government) તેમજ અનુદાનિત સ્કૂલ્સ(Schools)ને જવાબાદારી સોપી હતી. પરંતુ સુરત શહેર અને જિલ્લાની અડધોઅડધ ખાનગી શાળાએ ડોકયુમેન્ટસ કલેકટ કરી મામલતદારને પહોચાડવામાં આડોડાઇ કરતા વાલી(Parents)ઓની હાલત કફોડી થઇ છે.
- જાતિના દાખલા માટે સીટી પ્રાંતે સ્કૂલને સોંપેલી જવાબદારીમાં અનેક લાપરવાહીઓ બહાર આવી
- 400 શાળા પૈકી અડધોઅડધ ખાનગી સ્કૂલ્સે હાથ ખંખેરી લેતા વાલીઓની લાઇનો લાગી
સુરત શહેર અને જિલ્લામાં ગુજરાત શિક્ષણ બોર્ડની રાજયવ્યાપી ધોરણ-10/12ની પરીક્ષાઓના પરિણામ બાદ દર વર્ષે આવક અને જાતિના દાખલાઓને લઇને વિવાદ થાય છે. આ માટે સુરતના સિટી પ્રાંત ગોતમ મિયાણીએ વાલીઓને હેરાનગતિ ન થાય તે માટે સુંદર વ્યવસ્થા ગોઠવી હતી. તેમની વ્યવસ્થા મુજબ જાતિના દાખલા આપવા માટે સ્કૂલ લેવલે કામગીરીનું વિકેન્દ્રીકરણ દેવાયું હતું. ખાસ કરીને સ્કૂલ્સના ક્લેરિકલ સ્ટાફ પાસે ફોર્મ સાથે ડોકયુમેન્ટસ તૈયાર કરાવી જે તે એરિયાની મામલતદાર તેમજ સંલગ્ન અધિકારીની કચેરીને પહોંચાડવાની જવાબદારી સોંપાઇ હતી. પરંતુ આ કામગીરી કરવામાં સુરત શહેર અને જિલ્લાની અડધોઅડધ સ્કૂલ્સ નાપાસ થઇ છે. સ્કૂલ્સના સ્ટાફની આડોડાઇને કારણે પચાસ ટકા સ્કૂલ્સમાં જાતિના દાખલાઓ વિતરણ થઇ શકયા નથી. સુરત શહેરમાં અત્યાર લગી 7700 જેટલા દાખલા વિતરણ કરાયા છે.
ખાનગી સ્કૂલ્સની આડોડાઇથી વાલીઓને એજન્ટ પાસે જવાની નોબત
સુરત સિટી પ્રાંત નાયબ કલેકટર ગૌતમ મીયાણીએ અલગ અલગ પ્રકારના દાખલાઓ માટે કામગીરીનું સરળીકરણ કરવા વિકેન્દ્રીકરણ કરી નાંખ્યુ હતું. તેમને નવો વિચાર સ્કૂલ લેવલે જાતિ કે અલગ અલગ પ્રકારના દાખલા માટે ક્લેરિકલ સ્ટાફને જવાબદારી સોપી હતી. પરંતુ સ્કૂલ્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ નહીં મળતા કામગીરી ટલ્લે ચઢી ગઇ હતી. પ્રાઇવેટ સ્કૂલ્સની આડાઇને લીધે હવે વાલીઓને સરકારી કચેરીઓ બહાર બેસતા દલાલો પાસે જવાની નોબત આવી છે.