surat : નર્મદ યુનિ.માં (University) આગામી પચ્ચીસમી ફેબ્રુઆરીના રોજ યોજાનારી પીએચ.ડી.ની પ્રાવેશિક પરીક્ષાઓ ગુજરાતી અને અંગ્રેજી એમ બે ભાષામાં લેવાશે. બીજી તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીએ, એમકોમ અને એમએની એક્સર્ટનલ કોર્સની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ થશે. આ પરીક્ષામાં 354 વિદ્યાર્થી હાજર રહેનારા છે અને પરીક્ષા પાંચ સેન્ટર લેવાનારી છે.
યુનિ.ના યુવા સેનેટ સદસ્ય કનુ ભરવાડે બે દિવસ પહેલા યુનિ.માં રજૂઆતો કરી પત્રકારત્વની પીએચ.ડી.ની (PHD) પરીક્ષા અંગ્રેજી સમેત ગુજરાતીમાં (Gujarati) લેવા રજૂઆતો કરી હતી. તેમણે એવી માંગ કરી હતી કે, દક્ષિણ ગુજરાતમાં ગુજરાતી ભાષાનું ચલણ વધુ છે. વળી પત્રકારત્વ ક્ષેત્રે પીએચ.ડી. માટે દક્ષિણ ગુજરાતમાં અઢળક વિકલ્પો દેખાઇ રહ્યાં છે. પત્રકારત્વ એક નોબેલ ફિલ્ડ છે અને તેમાં રોજબરોજ નવી નવી ઘટનાઓ બહાર આવે છે. આ ઉપરાંત ડિજિટલ યુગમાં પત્રકારત્વના આયામો બદલાયા છે. તે જોતા આ ક્ષેત્રમાં પીએચ.ડી. માટે ગુજરાતી ભાષા અનિવાર્ય છે. તેમની રજૂઆતો બાદ યુનિ.એ આજે આ વિષયની પીએચ.ડી.ની પરીક્ષા અંગ્રેજી સહિત ગુજરાતીમાં લેવા મહોર મારી છે. આગામી તા. 25 ફેબુઆરીના રોજ બપોરે 3 થી 5 વચ્ચે આ પરીક્ષા યોજાશે.
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીએ, એમકોમ અને એમએની એક્સર્ટનલ કોર્સની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ, બીએ, એમકોમ અને એમએની એક્સર્ટનલ કોર્સની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ થશે. આ પરીક્ષામાં 354 વિદ્યાર્થી હાજર રહેનારા છે અને પરીક્ષા પાંચ સેન્ટર લેવાનારી છે. એક્સર્ટનલ ડિપાર્ટમેન્ટથી જણાયું છે કે વિદ્યાર્થીઓએ જૂની હોલ ટિકિટ અને સરકાર માન્ય ફોટાવાળું ઓરિજનલ આઇડી પ્રુફ લઇને પરીક્ષા આપાવવા આવવાનું રહેશે. આ એ પરીક્ષાઓ હતી. જે કોરોના વચ્ચે કેટલાંક સેન્ટર ઉપરથી લેવાઇ હતી. જેમાં 354 ઉમેદવારો પરીક્ષા વંચિત રહી ગયા હતાં. તેમનું વર્ષ બગડે નહીં તે માટે યુનિ.એ પૂરક પરીક્ષા માટે આયોજન કર્યું હતું. જે મુજબ આવતીકાલથી આ પરીક્ષાઓ શરુ થશે. શૈક્ષણિક વર્ષ 2019-20ની બીકોમ, બીએ, એમકોમ અને એમએના એક્સર્ટનલ કોર્સની પરીક્ષા 18 ફેબ્રુઆરીથી 1 માર્ચ, 2021 દરમિયાન લેવાશે.
નીચેના પરીક્ષા કેન્દ્ર પરથીપરીક્ષા લેવાશે
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
- શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચ
- ગર્વમેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કાછલ
- એસ. બી. ગરડા આર્ટ્સ કોલેજ એન્ડ પી. કે. પટેલ કોલેજ ઓફ કોમર્સ, નવસારી
- શ્રીમતી જે. પી. શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડ