Gujarat

અમદાવાદમાં 38 સ્થળે ઇવીએમ ખોટકાયા, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા

ahemdabad : અમદાવાદ સહિત રાજ્યભરની છ મહાનગરપાલિકાઓમાં રવિવારે સામાન્ય ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ મતદાન ( voting) યોજાયું હતું. અમદાવાદમાં પણ છુટપુટ ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ ધીમુ મતદાન યોજાયું હતું. જ્યારે કોગ્રેસ ( congress) દ્વારા આચારસંહિતા ભંગની ચાર ફરિયાદો સામે આવી હતી. જ્યારે ઠેરઠેર ભાજપ ( bhajap) અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. આ ઉપરાંત 38થી વધુ મતદાન કેન્દ્રોમાં ઇવીએમ મશીન ખોટકાતા મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નરોડામાં બોગસ વોટીંગનો મામલો સામે આવ્યો હતો તો ખાડિયામાં ભાજપ-કોગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા.

અમદાવાદમાં રવિવારે સવારથી જ ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું. મતદારોમાં કોઈ ખાસ ઉત્સાહ જણાતો ન હતો. પરિણામે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો મતદારોને બુથ મથક સુધી મતદારોને લઈ આવવા માટેની મથામણમાં લાગ્યા હતા. આ સાથે જ અમદાવાદ શહેરમાં વટવા, મેઘાણીનગર, નિકોલ, અસારવા વગેરે સ્થળોએ ભાજપ ( bhajap) અને કોંગ્રેસના (congress) કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા, તો વળી કેટલાય મતદાન મથકો ઉપર ઇવીએમ મશીન ખોટકાતા મતદારોને અડધો કલાકથી 10 મીનીટ સુધી લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું. અમદાવાદ શહેરમાં મકતમપુરા ખાતે ઇવીએમ મશીન ( evm machine) બંધ થવાની ફરિયાદ થવા પામી હતી.

તેવી જ રીતે અસારવા બુથ નંબર 46 ખાતે પણ ઈવીએમ મશીન ખોટકાયું હતું. કલાક સુધી મતદાન અટકી પડતાં મતદારોએ હોબાળો મચાવ્યો હતો. આથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ઇવીએમ મશીન ખોટકાઈ જતાં ઉમેદવારોએ પણ ચૂંટણી પંચમાં તેની જાણ કરી હતી, અને ઝડપથી નવું મશીન મૂકવામાં આવે તે માટે રજૂઆત પણ કરી હતી. જોકે એક કલાક બાદ ફરી મતદાન શરૂ થયું હતું. વટવામાં પણ મત કેન્દ્રની બહાર નાસિકમુલ્લા તથા મુન્નાભાઈ નામના બે માથાભારે શખ્સો દ્વારા મતદાન કરવા જતા મતદારોને અટકાવવામાં આવતાં હોવાની ફરિયાદ પણ પોલીસને કરવામાં આવી હતી.

શહેરના નવરંગપુરા વિસ્તારમાં પંકજ વિદ્યાલય ખાતે મતદાન કરવા આવેલી એક મહિલાનો વોટ અગાઉથી જ નંખાઈ ગયો હતો. આ મહિલાનો વોટ કોણ કરી ગયું હતું, તે અંગે કોંગ્રેસ દ્વારા તપાસની માગણી કરવામાં આવી છે. નવરંગપુર ખાતેની પંકજ વિદ્યાલય ખાતે મહિલા જ્યારે મતદાન કરવા માટે આવી, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તમારું વોટીંગ થઈ ગયું છે. પરંતુ આ મહિલાએ મતદાન કર્યું જ ન હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top