Gujarat

રાજ્યમાં દરરોજ 6 દીકરીઓ પર બળાત્કારની ઘટનાઓ બને છે : કોંગ્રેસ

અમદાવાદ : ભાજપના રાજમાં ગુજરાતની મહિલાઓ સુરક્ષિત નથી, અપહરણ, બળાત્કાર, ઘરેલું હિંસા, દહેજ મુત્યુ અને શોષણ, મહિલાઓ પર એસિડથી પણ હુમલા, મહિલાઓનું ટ્રાફિકિંગ, મહિલાઓ સાયબર ક્રાઈમ સહિતના ગુન્હાઓ થઇ રહ્યા છે. દેશમાં ૯ વર્ષમાં મહિલાઓ પર દુષ્કર્મના ૩ લાખથી વધુ અને ગુજરાતમાં ૫૫૬૦ થી વધુ કેસ નોંધાયા છે. મહિલા સુરક્ષાની વાતો-જાહેરાતો વચ્ચે ગુજરાતમાં સરેરાશ દર વર્ષે ૮૦૦૦ જેટલા મહિલા વિરુધ ગુન્હાઓ નોંધાય એટલે કે દર મહીને સરેરાશ ૬૭૦ થી વધુ અને દરરોજ ૨૨ થી વધુ મહિલા વિરુધના ગુન્હાઓ નોંધાય છે.

પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દરરોજ ૬ દીકરીઓ પર બળાત્કારની ઘટનાઓ બને છે શું આ છે સલામત ગુજરાત ? સમગ્ર શિક્ષણ જગતને શર્મશાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસુમ દિકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દિકરી પરના અત્યાચાર અંગે ભાજપ સરકાર ક્યારે સઘન પગલા ભરશે ?

સમગ્ર ગુજરાત રાજ્યમાં વધતા જતા માસુમ દિકરીઓ પરના દુષ્કર્મ અને જાતીય સતામણીના વધતા કિસ્સા વાલીઓ માટે પણ ચિંતાનો વિષય છે. શાળા અને કોલેજોમાં વાલીઓ પોતાની દિકરીઓને અભ્યાસ કરવા મોકલે છે ત્યારે તેની સાથે જ્યારે આવી કાળજુ કંપાવનારી ઘટનાઓ બને ત્યારે શૈક્ષણિક સંકુલોમાં દિકરીઓની સલામતિ માટે ગંભિર પગલા ભરવાનો સમય પાકી ગયો છે. દાહોદ અને અન્ય શૈક્ષણિક સંસ્થામાં છેલ્લા 100 કલાકમાં બનેલી ઘટનાઓ અંગે સંડોવાયેલા નરાધમો સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને સમગ્ર કેસ ફાસ્ટ-ટ્રેકમાં ચલાવવામાં આવે જેથી દાખલારૂપ સજા થાય તે રીતે કાર્યવાહી કરવામાં આવે. દાહોદની શાળામાં આચાર્ય દ્વારા આચરેલું કૃત્ય શિક્ષણજગતને શર્મસાર કરે તેવી ઘટના છે.

દાહોદની સાથે બોટાદ, અમદાવાદ, રાજકોટ માં શિક્ષણ સંસ્થાનમાં જાતીય સતામણીની ફરિયાદ ઉઠી છે ત્યારે કોની ઉપર ભરોસો મૂકવો તે સવાલ થાય છે. ગુજરાત રાજ્યમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર છે. આ પ્રકારના બનાવોમાં શિક્ષણ વિભાગ લીપાપોતી કરવાને બદલે સંગીન પગલાં ભરે તેવી માંગ છે કર્મયોગી જેવી અનેક તાલીમોમાં લાખો રૂપિયા ખર્ચી નાખવામાં આવે છે ત્યારે કઈ પ્રકારની તાલીમ આ કૃત્ય આચરનાર નરાધમ શિક્ષકો મેળવી રહ્યા છે?

Most Popular

To Top