Vadodara

આખરે વનીકરણ ન કરનાર બે પ્લોટના દબાણો તોડી પડાયા, 7ને નોટિસ અપાઈ

વડોદરા : મહાનગરપાલિકા દ્વારા 46 પ્લોટનું વનીકરણ કરવા માટે સંસ્થાઓને આપવામાં આવ્યા હતા તે પ્લોટમાં વનીકરણના થતા ઓપરેશન દબાણ સ્ટાર્ટ કરવામાં આવ્યું 46 માંથી ૨ પ્લોટ કબજો લઈને દબાણ તોડી 7 ને નોટિસ આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા ૪૬ પ્લોટમાં વનીકરણ કરવા માટે સંસ્થાઓને આપવામાં આવ્યા હતા ગુજરાત મિત્રએ સંસ્થાઓ ના નામો જાહેર કર્યા હતા અને પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યો નથી જેમાં જે તે સમય ના કોર્પોરેટર, ડેપ્યુટી મેયર મેયર અને ધારાસભ્યો અને સાંસદો એ પ્લોટ માં લાભ મેળવ્યો હતો આખરે મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ લાલઘૂમ થયા હતા અને ૪૬ પ્લોટ નું ઓપરેશન દબાણ સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું.

જેમાં પાલિકાએ સરસ્વતી કેળવણી મંડળ ગૌરાંગ એપાર્ટમેન્ટ સમા ખાતેનું દબાણ કરાયું હતું અને પ્લોટનો કબજો લેવાયો હતો. જે અક્ષર પબ્લિક સ્કૂલ દ્વારા સંસ્થાના ઉપયોગી એ પ્લોટ લેવાતો હતો. આ બે પ્લોટનો કબજો લઈ ગેરકાયદેસર દબાણ દૂર કરાયું હતું. સંખેડા દશાલાડ ભવન નિયર વૃંદાવન ચાર રસ્તા નું પ્લોટનો કબજો લેવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આખરે નેતાઓને ના ગમ્યું હોય તેવી કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી હતી જ્યારે આજે બે પ્લોટનો કબજો લઈને ગેરકાયદેસર બાંધકામ તોડાયું હતું અને 7 ને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ લેડીસ ક્લબના નામે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા જે પ્લોટ લેવામાં આવ્યો છે જેના પણ વનીકરણ કરાયું નથી અને ગેરકાયદેસર બાંધકામ પણ કરાયું હતું તેના પર પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરાઈ ન હતી.

  • પાલિકાએ માત્ર આ 7 સંસ્થાને નોટિસ ફટકારી
  • r માં ભગવતી દેવી ચેરીટેબલ ટ્રસ્ટ
  • r સિનિયર સિટીઝન એસોસિ, સમા
  • r અખિલ ગુજરાત ગ્રાહક સુરક્ષા ફોરમ,ન્યુ સમા રોડ
  • r જ્યોતિરનાથ મેડિકલ એન્ડ કેળવણી ચેરીટેબલ ટ્રસ્ટ, તરસાલી
  • r વડીલ વિસામો સિનિયર સિટીઝન એસોસિએશન, વાઘોડિયા રોડ
  • r શ્રી સ્વામિનારાયણ નગર સિનિયર સિટીઝન એસોસિયેશન, ન્યુ સમા રોડ
  • r પ્રભા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ.આજવા રોડ

કોંગ્રેસના આજવા રોડના જાયન્ટ્સ દર્પણ આનંદ આશ્રમ બહાર દેખાવો

વડોદરા : મહાનગરપાલિકાએ વનિકરણ માટે આપેલા અગાઉ  46 પ્લોટમાં વનીકરણ ને બદલે પ્લોટ માં દુરુપયોગ થયેલા હોય તેવા પ્લોટ પર જઈને શહેર કોંગ્રેસ દ્વારા દેખાવો યોજવામાં આવે છે.કોર્પોરેશને ફાળવેલ વનીકરણના નામે પબ્લિક પોપર્ટી ના પ્લોટ નો દુરઉપયોગ થઈ રહ્યો છે. જેમાં જે તે સમયના પૂર્વ કોર્પોરેટર, મેયર, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય અને સાંસદે પણ પ્લોટમાં લાભ લીધો છે. અને કેટલાક વર્ષો વીતી ગયા છતાં તેમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું ન હતું. જેના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આજવા રોડ વોર્ડ નંબર ૯ની કચેરી પાસે આવેલા જાયન્ટ્સ દર્પણ આનંદ આશ્રમ ખાતે દેખાવો કરવામાં આ પ્લોટમાં ગાર્ડન બનાવી લોકો માટે ખુલ્લો કરવા માગણી કરી છે.

મહાનગર પાલિકા દ્વારા ગ્રીન બેલ્ટ ઓપન સ્પેસ ની ખુલ્લી જમીનો વનીકરણ માટે સ્વૈચ્છિક સંસ્થાઓને ફાળવણી કરવામાં આવતી હતી. અત્યાર સુધીમાં 46 પ્લોટ વિવિધ સંસ્થાઓને આપવામાં આવ્યા છે જેમાં ભાજપના જ ધારાસભ્યો સંસદ સભ્ય તેમજ કેટલીક સ્વેચ્છિક સંસ્થાઓ એ વનીકરણ કરવાને બદલે તેમાં ગેરકાયદે બાંધકામ કરી દીધા છે. લોકોના ઉપયોગ માટે પ્લોટ ખુલ્લા રાખવા ને બદલે બંધ કરી દેવામાં આવ્યા છે અને માત્ર સંસ્થાઓ દ્વારા જ તેનો ઉપયોગ થઈ રહ્યો છે તો કેટલીક સંસ્થાઓ એ જગ્યા ભાડે આપે છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન શરૂ કરાયું હતું. જેમાં સંસદ સભ્યના નામે ફાળવવામાં આવેલ પ્લોટ ખાતે વિરોધ કર્યો હતો. આજવા રોડ ખાતે શહેર પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષ નેતા અમીબેન રાવત સહિત કાર્યકરોએ વિરોધ કર્યો હતો.

Most Popular

To Top