ભારત દેશના ન્યાયનો વિલંબ એટલે છે કે ફરિયાદી અને આરોપી બંનેનાં મૃત્યુ થયાં પછી પણ તેમને ન્યાય મળતો નથી. ભારતમાં ન્યાયપ્રક્રિયા મૂળથી જ બદલવાની આવશ્યકતા છે. એક દાખલો આપું તો પુણે નજીકના વાડકી ગામના રહેવાસી જાધવે આક્રોશ અને હતાશા ઠાલવ્યાં હતાં કે મારી જમીન પર 1997થી મારા ભાઈઓ અને સગાંવાળાંઓએ મકાન બાંધી દીધાં છે. તેઓ સુખમય જીવે છે અને હું 23 વર્ષથી કોર્ટના ધક્કા ખાઈ રહ્યો છું. 27 વર્ષથી ન્યાયની રાહ જોઈને થાકેલાં વૃદ્ધો પુણેથી કોર્ટમાં જ જીવન ટુંકાવ્યું. આ બધું ત્યારે એક ફિલ્મમાં સની દેઓલ આક્રોશ સાથે કોર્ટમાં કહે છે. તારીખ પે તારીખ, તારીખ પર તારીખ, મિલતી રહી છે. પણ માનવીય લોર્ડ લેકિન ઈન્સાફ નહી મિલા- મિલી હે તો તારીખ. પુલ તૂટવાની ઘટનામાં કે વિમાન કે રેલવે અકસ્માતમાં પોતાના નજીકનાં ગામોના જીવ જાય છે પણ ન્યાય માટે ધક્કા ખાવા પડે છે. આપણા દેશની કડવી વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતાનો યોગ કેટલાંક નિર્દોષ નાગરિકો બની રહ્યાં છે.
સુરત- મહેશ આઈ. ડોક્ટર