વડોદરા : વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિધાનસભાની ચૂંટણી આવનારને 11 મહિનાથી વધુ સમય બાકી છે ત્યારે અત્યારથી આડકતરી રીતે ભાજપને ટિકિટ માટે ચેલેન્જ કરી છે. વિધાનસભાની ચૂંટણી વાઘોડિયા થી ચૂંટણી લડશે અને જીતશે તેવો હુંકાર કર્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મિચ્છામી દુક્કડમ કહી રાજીનામું આપી દીધું હતું.ત્યારબાદ ભુપેન્દ્ર પટેલની નવનિયુક્ત મુખ્યમંત્રી તે બિરાજમાન થયા છે. અને ગતરોજ ભારે સિનિયરોની નારાજગી બાદ મંત્રી તરીકે 25 જેટલા મંત્રીઓએ શપથ લીધા છે. 2022 વિધાનસભાની ચૂંટણીને 11 મહિના જેટલો સમય બાકી છે ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આડકતરી રીતે ભાજપને ચેન્જ કરી હતી કે હું વાઘોડિયા માંથી ચૂંટણી લડવાનો છું અને જીતવાનું છું અને ભાજપના સપોર્ટ કરવાનો છું અને ભાજપમાં છું.
પાર્ટી મને જ ટીકીટ આપશે તેવો હુકાર કર્યો હતો.જ્યારે મંત્રીપદ માં નો રિપીટ થિયરી આવી કેવી રીતે વિધાનસભામાં નો રિપીટ થિયરી આવે તે આખા ગુજરાતના ધારાસભ્યોના લાગુ પડશે પરંતુ મધુ શ્રીવાસ્તવને તે લાગુ પડશે નહીં. મધુ શ્રીવાસ્તવ ની ઉંમર ૨૫ થી ૨૮ વર્ષની છે અને ગત ચૂંટણીમાં 10 હજાર મતથી વિજેતા થયો હતો. આ વખતે 25 હજાર થી 30 હજાર વધુ મતોથી ચૂંટણી જીતવાનો છું. અને 6 વખત થી ચૂંટણી જીતો છું અને 7 મી વખત પણ ચૂંટણી લડીશ અને જીતીશ અને એના પછી મારા પરિવારમાંથી કોઈ ને ટીકીટ કપાવીને જેને વાઘોડિયામાં થી ચૂંટણી જીતાડીશ.