સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત (Veer Narmad South Gujarat University) સહિતની યુનિવર્સિટીમાં કોર્સ (Course) ભલે અંગ્રેજી (English) માધ્યમમાં હોય, પરંતુ વિદ્યાર્થી (Student) માતૃભાષામાં (Mother Language) પરીક્ષા (Exam) આપી શકશે. આ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (University Grant Commission) ગાઇડલાઇન (Guideline) પણ જાહેર કરી છે. આ માર્ગદર્શીકા જોતા યુજીસી (UGC) માતૃભાષાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.
- ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને સ્થાનિક ભાષાના પુસ્તકોને પ્રોત્સાહિત કરવા માટેની પણ સૂચના
- માતૃભાષાને જીવંત રાખવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન મેદાનમાં
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ એમ. જગદીશ કુમારે કુલપતિઓને જણાવ્યું છે કે ભલે કોર્સ અંગ્રેજી માધ્યમમાં ભણાવાતો હોય, પરંતુ વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષામાં પરીક્ષામાં આપવા માટેની મંજૂરી આપવાની રહેશે. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ પાઠ્યપુસ્તક તૈયાર કરવાના રહેશે અને માતૃભાષામાં જ શીખવવા અને શીખવાની પ્રક્રિયાને ટેકો આપવાનો રહેશે.
બીજી તરફ કમિશને પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પ્રયાસોને મજબૂત કરવા અને માતૃભાષા કે, સ્થાનિક ભાષાઓમાં પાઠ્યપુસ્તકો લખવા અને અન્ય ભાષાઓમાંથી પ્રમાણભૂત પુસ્તકોના અનુવાદ સહિત શિક્ષણમાં તેમના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જેવી પહેલોને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
યુજીસી વતી એવું કહેવામાં આવ્યું છે કે, યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં સ્થાનિક ભાષાઓમાં જવાબ લખવાની છૂટ આપવી જોઈએ. યુનિવર્સિટીઓએ મૂળ લખાણોના સ્થાનિક ભાષાઓમાં અનુવાદ અને શિક્ષણ-અને-શિક્ષણ પ્રક્રિયા દરમિયાન સ્થાનિક ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવું પડશે, પછી ભલે પરીક્ષા કાર્યક્રમ અંગ્રેજી માધ્યમમાં હોય.
અન્ય યુનિવર્સિટીમાંથી VNSGUમાં ટ્રાન્સફર મેળવી શકાશે, વિદ્યાર્થીઓએ અરજી કરવાની રહેશે
સુરત: અન્ય યુનિવર્સિટીના અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ટ્રાન્સફર મેળવવા માટે વિદ્યાર્થીઓએ એપ્લિકેશન કરી શકશે. એકેડેમિક ડિપાર્ટમેન્ટથી જણાવાયું હતું કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત કરનારી સ્ટેટ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી, ડિમ્ડ યુનિવર્સિટી તેમજ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વીએનએસજીયુમાં ટ્રાન્સફર મેળવી શકશે.
અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના સેમેસ્ટર-3,5,7 અને 9માં ટ્રાન્સફર માટે અરજી કરી શકશે. એડમિશન વિદ્યાર્થીઓની પસંદગી અને બેઠકોની ઉપલબ્ધતાને આધારે અપાશે. પહેલાની યુનિવર્સિટીમાંથી મેળવેલ ક્રેડિટ વીએનએસજીયુમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને જો ક્રેડિટ ઘટે તો વિદ્યાર્થીએ વીએનએસજીયુ દ્વારા નિર્ધારિત કર્યા મુજબ ડેફિસિટ ક્રેડિટ્સ મેળવવાની રહેશે.