Sports

IPL ની ટ્રોફી જીત્યા બાદ પણ મહેન્દ્રસિંહ ધોનીને રહી ગયો આ વાતનો અફસોસ

IPL 14 સિઝનની ટ્રોફિ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) જીત્યું છે. આ સાથે જ ધોનીની ટીમ IPLમાં ચાર વાર ચેમ્પિયન બની છે. આમ, છતાં મહેન્દ્રસિંહ ધોની (Mahendrasinh Dhoni) એક ખેલાડી, એક કેપ્ટનથી પાછળ રહી ગયો છે. IPL 15ની સિઝનમાં ધોની રમે કે નહીં તે નક્કી નથી ત્યારે આ ભારતીય ખેલાડીને તે હરાવી શક્યો નહીં તે તેને અફસોસ રહેશે. 300 ટી-20 ક્રિકેટ મેચમાં કેપ્ટનશીપ કરી ચૂકેલો ધોની તેના જ શિષ્ય ખેલાડીનો રેકોર્ડ તોડી શક્યો નથી. અહીં વાત રોહિત શર્માની (Rohit Sharma) થઈ રહી છે. રોહિત શર્મા એક માત્ર કેપ્ટન છે જેને IPL માં સૌથી વધુ ટ્રોફિ જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. રોહીતની મુંબઈ ઈન્ડિયન્સ 14 સિઝનમાંથી 5 વાર ટ્રોફી જીતી છે.

જાણો કઈ ટીમ કેટલીવાર આ ટ્રોફી જીતી

  • મુંબઈ ઈન્ડિયન્સ 5 વખત (2013, 2015, 2017, 2019 અને 2020), કેપ્ટન રોહિત શર્મા
  • ચેન્નાઈ સુપર કિંગ્સ 4 વાર (2010, 2011, 2018, 2021) કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની
  • કોલકત્તા નાઈટ રાઈડર્સ 2 વાર (2012 અને 2014) કેપ્ટન ગૌતમ ગંભીર
  • સનરાઈઝર્સ હૈદરાબાદ 1 વાર (2016) કેપ્ટન ડેવિડ વોર્નર
  • ડેક્કન ચાર્જર્સ 1 વાર (2009) કેપ્ટન એડમ ગિલક્રિસ્ટ
  • રાજસ્થાન રોયલ્સ 1 વાર (2008) કેપ્ટન શેન વોર્ન

એમએસ ધોની 300 ટી-20 મેચમાં કેપ્ટનશિપ કરનારો પહેલો ખેલાડી બન્યો

મહેન્દ્ર સિંહ ધોની આજે જ્યારે અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે મેદાનમાં ઉતર્યો તેની સાથે જ એક ખાસ રેકોર્ડ તેના નામે નોંધાયો હતો. ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી-20માં 300 મેચમાં કેપ્ટનશિપ સંભાળનારો તે દુનિયાનો પહેલો ખેલાડી બન્યો હતો. 2006માં ધોનીએ ટી-20માં ડેબ્યુ કર્યું હતું અને 2007થી તે ટીમ ઇન્ડિયા અને IPLમાં કેપ્ટનશિપની જવાબદારી સંભાળી રહ્યો છે. આઇપીએલ 2021ની ફાઇનલ પહેલા તેણે 299 મેચમાં કેપ્ટનશિપ કરી હતી, જેમાં 176માં જીત અને 118માં પરાજય મળ્યો છે. જ્યારે બે મેચ ટાઇ અને ત્રણ મેચના પરિણામ આવ્યા નથી.

ધોનીએ ટી-20માં ટીમ ઇન્ડિયાનું 72 મેચમાં સુકાન સંભાળ્યું છે જેમાંથી 41માં જીત અને 28માં પરાજય થયો છે. જ્યારે એક મેચ ટાઇ અને બે મેચના પરિણામ નથી આવ્યા. આઇપીએલમાં ધોનીએ સીએસકેની 190 મેચમાં જ્યારે રાઇઝીંગ પુણે સુપર જાયન્ટની 14 મેચમાં કેપ્ટનશિપ સંભાળી છે. જેમાંથી 115માં જીત અને 73માં પરાજય થયો છે જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નથી. તેણે સીએસકે વતી ચેમ્પિયન્સ લીગની 23 મેચમાં સુકાન સંભાળ્યું છે. પોતાની કેરિયરમાં તે માત્ર 47 મેચમાં કેપ્ટન નથી રહ્યો.

ટી-20માં સર્વાધિક મેચમાં કેપ્ટનશિપ સંભાળનારા ખેલાડી

  • ખેલાડી મેચ
  • એમએસ ધોની 300
  • ડેરેન સેમી 208
  • વિરાટ કોહલી 185
  • ગૌતમ ગંભીર 170
  • રોહિત શર્મા 153

ચેન્નાઈ સુપરકિંગ્સને 20 કરોડ અને કોલકત્તા નાઈટ રાઈડર્સને આટલું ઈનામ મળ્યું

શુક્રવારે રાત્રે IPL-14ની ફાઈલના રોમાંચક મુકાબલામાં કોલકત્તા નાઈટ રાઈડર્સના ઓપનર બેટ્સમેન્ટ વી. ઐય્યર અને શુભમન ગિલની તોફાની બેટિંગના લીધે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સને હારનો સામનો કરવો પડશે એવું લાગતું હતું, ત્યાં ઐય્યર અને ગિલની વિકેટ બાદ પત્તાના મહેલની જેમ શાહરૂખની KKR પડી ભાંગી હતી અને 14 સિઝનમાં ધોનીની ટીમે ચોથીવાર IPLની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. મહેન્દ્રસિંહ ધોનીના ચેમ્પિયન્સને ઈનામમાં 20 કરોડ રૂપિયાની રકમ મળી હતી જ્યારે ફાઈનલમાં હારેલી KKR ને 12.5 કરોડ રૂપિયા મળ્યા હતા. ધોનીની ચેન્નાઈ સુપરકિંગ્સ ટીમ આઈપીએલમાં આ અગાઉ 2010, 2011 અને 2018માં ચેમ્પિયન બની ચૂકી છે.

માત્ર બે રનથી આ ખેલાડી ઓૅરેન્જ કેપ ચૂક્યો

IPL 14માં ધોનીની ટીમનો ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) સર્વાધિક 635 રન બનાવ્યા હતા. આ સાથે ઋતુરાજ ઓરેન્જ કેપ મેળવનાર સૌથી યુવાન ખેલાડી બની ગયો છે. તેને 10 લાખનું ઈનામ મળ્યું છે. તે ઉપરાંત ગાયકવાડને ઈમર્જિંગ પ્લેયરનો એવોર્ડ પણ મળ્યો છે. જેના 10 લાખ અલગથી મળ્યા છે. ઋતુરાજે કહ્યું કે, ટીમ ચેમ્પિયન બની તેની ખુશી વધુ છે. ગાયકવાડ 635 રન સાથે પ્રથમ ક્રમે રહ્યો તો ફાઈનલમાં 86 રન બનાવનાર ચેન્નાઈની જ ટીમનો બીજો ઓપનર ફાક ડૂ પ્લેસીસ સિઝનમાં કુલ 633 રન બનાવ્યા હતા. તે માત્ર 2 રનથી ઓરેન્જ કેપ ચૂકી ગયો હતો.

Most Popular

To Top