Entertainment

લગ્ન બાદ પણ યામી જામી છે

યાામી ગૌતમ ‘ઓહ માય ગોડ-2’માં છે. અક્ષરકુમારની સાથે તે આવી રહી છે. પણ તેને ચેન નથી. ગયા વર્ષની બીજી સપ્ટેમ્બરે તેનું શૂંટિંગ શરૂ થયેલું પણ ફિલ્મ હવે થિયેટરમાં આવવા બાબતે ફફડી રહી છે. અક્ષયકુમારને ચિંતા છે કે તે વધુ એક ફ્લોપ ફિલ્મનો હિસ્સો ન બને. વિરાટ કોહલીની બેટમાંથી રન નીકળવા બંધ થઈ જાય એવી આ ઘટના છે. આ ફિલ્મનું શિર્ષક સિકવલને સૂચવે છે. પણ આ વખતે કહાણી એકદમ જૂદી છે. દિગ્દર્શક પણ જૂદા છે.

આગલી ફિલ્મમાં અક્ષયકુમાર કૃષ્ણની ભૂમિકામાં હતો આ વખતે ફિલ્મમાં કૃષ્ણ નથી બલ્કે રામ છે અને રામની ભૂમિકા અરુણ ગોવિલ પાસે કરાવવામાં આવી છે. યામીને એક સફળ ફિલ્મની સિકવલમાં જગ્યા મળી તેથી ખુશ છે પણ તે ય જરા હતાશ છે. અક્ષય આ વખતે ભગવાન શંકર બન્યો છે. બબ્બે ભગવાન છે તો પણ પ્રેક્ષક ભગવાન વિશે ચિંતા છે યામીની આ વર્ષે ‘અ થર્સડે’અને ‘દસવી’ રજૂ થઈ હતી પણ જે ફિલ્મ સફળ ન જાય તેને લોકો ભુલી જાય છે. ગયા વર્ષે આદિત્ય ઘર સાથે પરણેલી યામી કુલ પાંચ ફિલ્મોમાં આવી રહી છે.

ઘણા માનતા હતા કે લગ્ન પછી તે ધીમી પડશે પણ થયું છે ઉલ્ટું એ સૂચવે છે કે લગ્નએ તેના સહજ જીવનને અટકાવ્યું નથી. તેની પાસે રાહુલ ખન્ના સાથેની ‘લોસ્ટ’, પ્રતિક ગાંધી સાથેની ‘ધૂમધામ’સની કૌશલ સાથેની ‘ચોર નીકલ ભાગા’અને મુઝામીલ ઈબ્રાહીમ સાથેની ‘અભી જા-રૌનક’છે. એ ફિલ્મનો દિગ્દર્શક એ.આર. રહેમાન છે. દિગ્દર્શક તરીકેની પોતાની પહેલી જ ફિલ્મમાં રહેમાન જો યામીને પસંદ કરે તો વાતને ખાસ ગણવી જોઈએ. આ વાત બીજી રીતે પણ ખાસ છે કે જાણીતા રાજનેતા કપિલ સિબ્બલે તેની વાર્તા અને ગીત લખ્યા છે. યામી આ ફિલ્મ મળ્યાથી થ્રીલ અનુભવે છે.

હમણાં યામી ‘એલે’નામના મેગેઝીન શૂટમાં યામી એકદમ સેક્સી દેખાતી હતી અને સાથે જ તેની આંખો તેના શરીર પર જાણે પરદો નાંખતી હતી. યામીના સૌંદર્યની એજ વિશેષતા છે કે એજ વિશેષતા છે કે તે વલ્ગર દેખાતી નથી. તે તેના લુકમાત્રથી પોતાના પાત્રનું ચરિત્ર બદલી શકે છે. કન્નડ, તેલુગુ, પંજાબી, મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચુકેલી યામી હજુ વ્યવસાયી આક્રમકતા લાવે તો વધુ ફિલ્મો મેળવી શકે છે. એક નાનુ ટી.વી. કેરિયર ભોગવીને આવેલી યામી તેનો પતિ દિગ્દર્શક પટકથા અને સંવાદ, ગીતકાર છે તો પણ તેનો બહુ સપોર્ટ નથી લેતી. તેણે જ ‘ધૂમધામ’ની પટકથા અને ડાયલોગ લખ્યા છે. •

Most Popular

To Top