National

યુરોપિયન સાંસદે યુક્રેન પરના હુમલાને ટાંકીને રશિયાને ‘આતંકવાદ પ્રોત્સાહિત દેશ’ જાહેર કર્યો

નવી દિલ્હી: યુરોપિયન સંસદે (European Parliament) રશિયાને ‘આતંકવાદનું (Terrorism) પ્રોત્સાહિત (Encouraged) દેશ ‘ (Country) જાહેર કર્યો છે. જેનાઅહેવાલો સામે આવી રહ્યા છે. EUએ દલીલ કરી હતી કે મોસ્કોના સૈન્ય હુમલાઓએ ઉર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર,હોસ્પિટલો, શાળાઓ અને આશ્રયસ્થાનો જેવા નાગરિક લક્ષ્યો પરના આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તેણે યુક્રેન પરના હુમલાને ક્રૂર અને અમાનવીય કૃત્ય ગણાવ્યું છે.યુરોપિયન સંસદના સભ્યોએ કહ્યું કે રશિયાએ જાણીજોઈને યુક્રેનના નાગરિકો પર હુમલા અને અત્યાચારો કર્યા છે. સભ્યોએ જણાવ્યું હતું કે મોસ્કોએ નાગરિક માળખાના વિનાશ માનવાધિકારના ગંભીર ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા વિરુદ્ધ યુદ્ધ અપરાધોના કૃત્યો કર્યા છે. જે આતંકવાદના કૃત્ય સમાન છે.

આ ઠરાવની તરફેણ કરતા કુલ 494 મત પડ્યા હતા
સ્ટ્રાસબર્ગમાં બુધવારે બપોરે મહિનાના અંતે યોજાયેલા સત્ર દરમ્યાન આ ઠરાવની તરફેણ કરતા કુલ 494 મત પડ્યા હતા. જ્યારે 58 સભ્યોએ આ પ્રસ્તાવની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું.બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોધિમિર ઝેલેન્સકીએ ટ્વીટ કરીને આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું- હું રશિયાને આતંકવાદના પ્રાયોજક તરીકે જાહેર કરવાના યુરોપિયન સંસદના નિર્ણયને આવકાર કરું છું. રશિયાને તમામ સ્તરે અલગ પાડવું જોઈએ અને યુક્રેન અને સમગ્ર વિશ્વમાં આતંકવાદ માટે જવાબદાર ગણવું જોઈએ.

રશિયાને આતંકવાદનું પ્રાયોજક રાજ્ય જાહેર કરવા વિનંતી કરી
જો કે, યુરોપિયન સંસદના ઠરાવો કાયદેસર રીતે બંધનકર્તા નથી. યુરોપિયન યુનિયન (EU) તરફે સાંપડેલા અહેવાલો મુજબ રાજકીય મુદાને પ્રોત્સહન આપવા માટે આ પગલું એકદમ પ્રતિકારત્મક છે. જોકે EU પાસે સમર્થન આપવા માટે કોઈ ચોક્કસ અધિકાર તો નથી પણ પશ્ચિમના દેશો દ્વારા રશિયા પર પહેલેથી જ કડક પ્રતિબંધો લાદી દીધા હતા. અને આ જાહેરાત બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પણ અમેરિકા અને અન્ય દેશોને રશિયાને આતંકવાદનું પ્રાયોજક રાજ્ય જાહેર કરવા વિનંતી કરી હતી

Most Popular

To Top