Comments

સાંસ્કૃતિક વારસાનું ધોવાણ

લગભગ બેએક દાયકા પહેલાં અમેરિકન સંગીતકાર રાય કૂડરે કયૂબાની મુલાકાત લીધી હતી. તેમનો ઇરાદો કયૂબાના એ મહાન સંગીતકારને ફરી મળવાનો હતો, જેઓ કયૂબા પર અમેરિકાના પ્રતિબંધોને કારણે કાર્યક્રમ આપી શકતા ન હતા. તેમાં જીવનનિર્વાહ માટે હવે જોડાને પાલિશ કરનાર ઇબ્રાહિમ ફેરર તેમજ પિયાનો અને ગિટર કંપની સેગુંદો નહીં પરવડી શકનાર પિયાનો વાદક ગોન્ઝાસીઝનો સમાવેશ થાય છે. કૂડરે રસ લેતાં આ સંગીતકારો આગળ આવ્યા અને તેમના વિશે એક ફિલ્મ ‘ધ બુએના વિસ્ટા કલબ’ બની જે દુનિયાભરમાં ખૂબ મશહુર થઇ ગઇ. દિલ્હીમાં આશુતોષ શર્મા અને અંકુર મલ્હોત્રા રાજસ્થાનના સંગીતકારો સાથે આ જ કરી રહ્યા છે. માંગનીયારો પશ્ચિમી રાજસ્થાન અને સિંઘના પૂર્વ ભાગમાં વસતી એવી કોમ છે જે ભારતના એ પ્રદેશોમાં સદીઓથી લોકસંગીત પીરસે છે.

હું જેમને છેલ્લા લગભગ અઢી દાયકાથી જાણું છું તે મલ્હોત્રા અને શર્મા આ અત્યંત પ્રભાવશાળી લોકોના સંગીતને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ એવા સંગીતકારો છે જેનાથી તેમના પોતાના પ્રદેશના લોકો પણ પરિચિત નહીં હોય. મલ્હોત્રા અને શર્માની રેકોર્ડ કંપની ‘આમરાસ’ દ્વારા પુરી પડાયેલી ધ્વનિ – દૃશ્ય મુદ્રિત સામગ્રી પરથી આગાખાન મ્યુઝિયમ ત્રણ ભાગની દસ્તાવેજી શ્રેણી બનાવી છે અને તે ‘બુએન વિસ્ટા’ જેટલી જ મહત્ત્વની લાગી છે. તેઓ એક પછી એક ગામમાં વાહન લઇને ભટકતા હતા ત્યારે તેમને જોધપુરના રાજોરી ગામના લાખા ખાનનામના સંગીતકારનો એકાદ દાયકા પહેલાં મેળાપ થયો હતો.

લાખા ખાન રાજપુત આમ તો લગ્ન, જન્મ જેવા પ્રસંગોએ કાર્યક્રમ સ્થાનિક સ્તરે આપતો. તે પણ તેના પૂર્વજો વંશ પરંપરાગત જે પરિવારો માટે કાર્યક્રમ આપતા તે જ પરિવારો માટે પોતાનો કાર્યક્રમ આપતો. તે જે વાજિંત્રો વગાડતો તે પણ તેને વંશ પરંપરાગત વારસામાં મળ્યું હતું. આ વાજિંત્ર છે – સિંધી સારંગી જે માનવી જ અવાજની નકલ કરે છે. લાખા ખાન આ વાજિંત્ર વગાડનાર સાતમી પેઢીનો બજવૈયો હતો. તે શર્મા અને મલ્હોત્રાને મળ્યો ત્યારે તેણે તે વગાડી બતાવ્યું. તેણે એટૈકી, સિંધી, મારવાડી, પંજાબી અને હિંદીમાં ભજનો, સૂફી કલામ અને લોકગીત રજૂ કર્યાં.

આ બંને સંશોધકોને સરળ ભાવવાહી આધ્યાત્મિક ગીતોને રજૂ કરતી અમેરિકન શૈલી ‘બ્લ્યૂઝ’ યાદ આવી ગઇ. આ બંનેએ ખાનને ધ્વનિમુદ્રિત કરી તેમને પ્રોત્સાહિત કર્યા. ખાને દેશવિદેશમાં કાર્યક્રમો આપવા માંડયા. ૨૦૨૧ માં લાખા ખાનને ‘પદ્મશ્રી’ ખિતાબ અર્પણ થયો જેને માટે તે હકદાર હતો.

લાખા ખાન આપણને સદરહુ દસ્તાવેજી ફિલ્મો રજૂ કરે છે તેમાંના અનેક સ્ત્રી-પુરુષ કલાકારોમાંથી એક છે અને આપણને આશ્ચર્ય પણ થાય કે વિશ્વકક્ષાના સંગીતકાર બનવાપાત્ર કેટલાય કલાકારો એવા હશે જે ખાસ જાણીતા નથી.

આ દસ્તાવેજી ફિલ્મમાં લાખા ખાનના દીકરા દાનેખાનની વાત પણ આવે છે. હજી થોડા સમય પહેલાં દાનેખાન એક ટ્રક ચલાવતો હતો કારણ કે તેને માટે પારિવારિક પરંપરામાંથી રોજી-રોટી મેળવવાનું શકય નહતું, પણ લાખા ખાનની પ્રતિષ્ઠામાં જે રીતે વધારો થયો અને વારંવાર પ્રવાસ કરવાનો થયો તેનાથી તેના દીકરા દાનેખાનને આઠમી પેઢીએ પણ સંગીતનો વારસો આગળ વધારવાનો અવસર મળ્યો. આપણી સંસ્કૃતિ માટે આ એક ખૂબ મહત્ત્વના સમાચાર છે કે આ વારસો હજી થોડા દાયકા આગળ વધશે પણ હજી ઘણું કરવાનું બાકી છે. આપણે સામુહિક ખજાનો ધરાવતા લાખા ખાન જેવા કેટલા કલાકારો અજ્ઞાતવાસમાં રહેશે? દાને ખાન જેવા એવા  કેટલાય હશે જેમને ખજાનો તો મળશે પણ તે બીજી પેઢીને નહીં આપી શકે? કથાનો સુખદ અંત જોઇ આપણે રાજી થવું જોઇએ પણ તેમાંથી પાઠ પણ શીખવાનો છે. ઉચ્ચ સંસ્કૃતિ એટલે કે શાસ્ત્રીય સંગીત, લોકસંગીત, નૃત્ય અને નાટય કળાને સરકારી પ્રોત્સાહન ઇતિહાસમાં સૌથી નીચલા સ્તરે છે. તેનાં કારણ છે:

(૧) આ સંસ્કૃતિ સાથે વધુ ઓછાં લોકો સંકળાયેલાં છે અને તેઓ શાસ્ત્રીય અને પારંપારિક કરતા લોકપ્રિય તરફ વધુ ખેંચાયા છે. (૨) રાજયે  પણ આ ક્ષેત્રમાંથી પીછેહઠ કરી છે. આપણી પાસે દાયકાઓથી સંગીત નાટક અકાદમી (૧૯૫૩). સાહિત્ય અકાદમી અને લલિતકલા અકાદમી (૧૯૫૪) છે પણ તેમને કે આપણા લોકોએ પૂરતું કામ કર્યું નથી કે કરતા નથી. આપણી કોર્પોરેટ સંસ્થાઓ અને સખાવતીઓ તેમજ ઉચ્ચતર શિક્ષણ સંસ્થાઓ પણ ખાસ સક્રિય નહીં હોવાથી પારંપારિક સંસ્કૃતિનું ઝડપી ધોવાણ થવા માંડયું છે. તેને માટે બુએના વિસ્ટા કલબનું કે માંગનિયારોની દસ્તાવેજી ફિલ્મ જોતાં આ મગજમાં આવ્યું છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top