મજૂર વર્ગ અને ગરીબોએ મહામારી સાથે હાડમારી વેઠી છે. કોવિડ-19, કોરોના વાયરસની બીજી લહેર દોઢ વર્ષ બાદ વિદાય થવા પર છે. બીજી લહેરમાં લગભગ સાડા ત્રણ લાખ દર્દીઓ ગુજરાતમાં સંક્રમિત થયાં, જેમાં લગભગ સવા લાખ લોકો ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયાં. હોસ્પિટલોએ કોરોનામાં કેટેગરી મુજબ જુદા જુદા ચાર્જ વસૂલ્યા. ગુજરાતનાં ચાર મોટાં શહેરોમાં ખાનગી હોસ્પિટલોએ ત્રણ હજાર આઠસો પંચાણુ કરોડ રૂપિયાની કમાણી કરી, દવાના તેરસો કરોડ રૂપિયા, કન્સલ્ટેશન ફીના પાંચસો સાડત્રીસ કરોડ રૂપિયા લીધા. માઇલ્ડ સિમ્પ્ટોમેટિક દર્દીઓએ પણ કોરોનાની સારવારના તોતિંગ બિલ ચૂકવવા પડયા.
મતા કયા ના કરતા? મુજબ સૌ લાચાર હતા. ઓકિસજન, વેકિસન,વેન્ટિલેટર, આઇસીયુ, બેડ, પીપીઇ કીટ વગેરેની અછત વરતાઇ. દવાઓ, વેકિસન, રેમડેસિવિરના કાળાબજાર પણ ધૂમ ચાલ્યા. નકલી દવાઓ, રસી પણ ચાલી. સરકારની નિષ્ફળતા બહાર આવી. માનવતાએ છેક જ શરમાવાથી બચી જવાય તેમ સેવાભાવી લોકો અને સંસ્થાઓ મદદ માટે બહાર આવી. બેરોજગારી અને ભૂખમરો દેખાવા લાગ્યા છતાં જનકલ્યાણ, દયાદાન પણ પ્રગટયા. એકવીસમી સદીનું એક વિચિત્ર ચિત્ર પ્રગટ થયું.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.