આપણે પણ પંચતત્ત્વનું પૂતળું છીએ. આકાશ, વાયુ, જળ અને અગ્નિ સાથે પાંચમુ તત્ત્વ પૃથ્વી છે. આ પંચતત્ત્વનું બેલેન્સ માટે બહાર જ નહીં ભીતર પણ જળવાવું જોઇએ. જો બહારનું બેલેન્સ ખોરવાશે તો ભીતરનું બેલેન્સ પણ નહીં જળવાય. બિમારી, રોગચાળા કે મહામારીનું મુખ્ય આપણે પર્યાવરણનું બેલેન્સ ખોરવી નાંખ્યું છે. પૃથ્વી આપણા સૌના અસ્તિત્વને ટકાવી રાખે છે. છતાં આપણે એના અસ્તિત્વને ટકાવવા માટે કશું જ કરતા નથી. હિમાલયથી શરૂ કરીને કન્યાકુમારી સુધી પ્લાસ્ટિક, પ્રદૂષણ અને ગંદકીના જે પ્રકારના અતિરેક થઇ રહ્યો છે. રાસાયણિક ખાતર, ભૂગર્ભ જળનું શોષણ વાહનો કે અવાજનું પ્રદૂષણ કપાતા જંગલો, પ્રાણીઓની પ્રજાતિઓનો વિનાશ અંતે આપણા સૌના વિનાશ્નું કારણ બનશે. કોરોના જેવા મહારોગથી કુદરતે આપણને સૌને એક સંદેશ આપ્યો છે, આખી દુનિયા એકસાથે બંધ થઇ જાય એ આ સદીની નહીં અનેક સદીઓની આશ્ચર્યજનક ઘટના છે. ચીન હોય કે અમેરિકા, ડેલ્ટા, વાયરસ હોય કે મંકીપોકસ, યુક્રેન હોય કે લેબનન. કુદરત આપણી સાથે વન ટુ વન હાલ કરે છે. આપણે એની સાથે બેલેન્સમાં રહીશું તો આપણું અસ્તિત્વ ટકી શકે છે.
ગંગાધરા – જમિયતરામ હ. શર્મા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
પર્યાવરણ
By
Posted on