Surat Main

બુસ્ટર ડોઝ લેવા માટે સુરતના વડીલોમાં અનેરો ઉત્સાહ, રજિસ્ટ્રેશન વિના જ રસીકરણ કેન્દ્ર પર પહોંચી લઈ રહ્યાં છે ડોઝ

સુરત: (Surat) સુરત શહેરના અલગ-અલગ રસીકરણ સેન્ટરોમાં (Vaccination Centers) આજે વહેલી સવારથી જ બુસ્ટર ડોઝ (booster dose) એટલે કે પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં ૬૦ થી વધુ વય ધરાવતા લોકોને (Senior Citizens) બુસ્ટર ડોઝ લગાવવામાં આવી રહ્યો છે. બુસ્ટર ડોઝ લેવા પ્રત્યે વડીલોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં વડીલો પરિવારના સભ્યો સાથે બુસ્ટર ડોઝ લેવા રસીકરણ કેન્દ્ર પહોંચી રહ્યા છે.

તા. 10 જાન્યુઆરીથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રિકોશનરી ડોઝ (Precision dose) આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં હતી. જે અંતર્ગત સુરત મનપા (SMC) દ્વારા આજે સોમવારથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રીકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કોવીડ રસીનો બીજો ડોઝ લીધાને 39 અઠવાડિયા પૂર્ણ થયા હોય તેવા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો (જે કોમોર્બિડિટી ધરાવે છે અથવા ડોક્ટરની સલાહ અનુસાર), તમામ હેલ્થકેર વર્કર્સ (Healthcare workers) અને ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રિકોશનરી ડોઝ આપવામાં આવી રહ્યાં છે. મનપા દ્વારા જણાવાયું છે કે, પ્રિકોશનરી ડોઝ લેવા માટે નાગરિકોએ કોવિન પોર્ટલ પર નવું રજિસ્ટ્રેશન (Registration) કરવાની જરૂરિયાત રહેશે નહિ.

આજથી 39 સાઈટ પરથી આ વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. તા.12 એપ્રિલ પહેલા જે હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઈન વર્કર અને 60 વર્ષથી વધુ વય ધરાવતા લાયક વ્યક્તિઓએ પ્રથમ તથા બીજો ડોઝ લઈ લીધો હોય તેમને જ પ્રીકોશનરી ડોઝ આપવામાં આવી રહ્યાં છે. લાયક વ્યક્તિઓને કોવિન પોર્ટલ (Covin Portal) પરથી મેસેજ મોકલાઈ રહ્યાં છે.

ત્રણ દિવસના વિરામ બાદ આજથી, તરૂણોને પણ ફરી વેક્સીન અપાઈ રહી છે

સુરત મહાનગરપાલિકા દ્વારા 15 થી 18 વર્ષની વયના બાળકોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કુલ 1,12,364 જેટલા બાળકોના રસીકરણ ની કામગીરી કરવામાં આવી છે. આજે સોમવારે તા.10 જાન્યુઆરીએ 60 જેટલી શાળાઓમાં રસીકરણ ની કામગીરી ચાલુ થઈ છે. આ ઉપરાંત કોવેક્સીન રસીકરણ કેન્દ્રો પરથી પણ 15 થી 18 વયના બાળકોના રસીકરણની કામગીરી ચાલુ કરાઈ છે.

Most Popular

To Top