Entertainment

ઉર્ફી જાવેદને યુઝર્સે પૂછ્યું- બહેન ઇસ્લામને બદનામ શા માટે કરી રહી છે? ઉર્ફીએ આપ્યો આ જવાબ

સોશિયલ મીડિયા પર (Social Media) સેન્સેશન ઉર્ફી જાવેદ (Javed Urfi) તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે અને તેના કારણે ઉર્ફીને અવાર નવાર ટ્રોલનો સામનો કરવો પડે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ ઉર્ફીની પોસ્ટ (Post) પર અશ્લીલ વાતો લખે છે. જોકે તે દરેક વખતે લોકોને બોલ્ડ જવાબ આપે છે. આ વખતે પણ કંઈક એવું જ થયું છે. ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગ સેશન કર્યું હતું જેમાં યુઝર્સે ઉર્ફીને ગંદા પ્રશ્નો પૂછ્યા હતા. આ દરમિયાન એક યુઝરે ઉર્ફી પર ઈસ્લામને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો જેનો અભિનેત્રીએ જવાબ આપ્યો હતો.

  • ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગ સેશન કર્યું
  • એક યુઝરે ઉર્ફી પર ઈસ્લામને બદનામ કરવાનો આરોપ લગાવ્યો
  • ઉર્ફીએ કહ્યું- આ શરમ ક્યાં વેચાય છે? મને પણ કહો, મારે પણ વેચવી છે
  • યુઝર્સે ઉર્ફીને ગંદા પ્રશ્નો પણ પૂછ્યા

એક યુઝરે ઉર્ફી જાવેદને તેના આઉટફિટના કારણે ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુઝરે ઉર્ફીને પૂછ્યું કે તુ ઈસ્લામને કેમ બદનામ કરી રહી છે? તારા દિલમાં અલ્લાહનો ડર કેમ નથી? તને શરમ નથી આવતી? ઉર્ફીએ પણ આ સવાલનો જવાબ આપતા કહ્યું કે શરમ.. તે શું છે? મને ખબર નથી કે તે શું છે. લોકો કહે છે કે તે લાજ વેચી દીધી છે. આ શરમ ક્યાં વેચાય છે? મને પણ કહો, મારે પણ વેચવી છે.

આ સેશન દરમિયાન અન્ય એક યુઝરે ઉર્ફી જાવેદને પૂછ્યું કે બહેન સંસ્કૃતિને કેમ બગાડી રહી છે? તેના પર ઉર્ફીએ કહ્યું કે જ્યારે બળાત્કાર થાય છે ત્યારે તે પુરુષો સંસ્કૃતિને બગાડતા નથી? છેડતી કરનારાઓ સંસ્કૃતિને બગાડતા નથી પરંતુ જે છોકરી તેના મનપસંદ કપડાં પહેરે છે તો તે સંસ્કૃતિને બગાડે છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ઉર્ફી જાવેદ પાસેથી અશ્લીલ માંગણીઓ પણ કરી છે. એક યુઝરે ઉર્ફીને પૂછ્યું કે તમે સોશિયલ મીડિયા પર નગ્ન કેમ રહો છો? તો એક યુઝરે ઉર્ફી સાથે શારીરિક સંબંધ બનાવવાની પણ માંગ કરી હતી. ઉર્ફીએ આ બધા લોકોને ડર્યા વગર જડબેસલાક જવાબ આપ્યો છે અને ચાહકોને આ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી હતી.

Most Popular

To Top