વેકેશન એટલે બાળકોને મન, મજા, મસ્તી અને મોબાઈલ, વર્ષ દરમ્યાન અભ્યાસ, ટયુશન, લેસન અને અંતે પરિક્ષા આપી, નચિંત રહેવું બાળપણની પણ આ અનોખી મજા છે. પરંતુ હવેના બાળમાનસમાં ટી.વી. ગેમ્સ, મોબાઈલ ચેટ્સમાં ખૂબ વ્યસ્ત રહે છે. આ બાળધનને માતા-પિતા-વાલીઓ દ્વારા, અન્ય ઈતર ઉપયોગી પ્રવૃત્તિઓમાં રસ કેળવી, તેમનામાં રહેલી છૂપી ટેલેન્ટને ઉજાગર કરવાનો અમૂલ્ય સમય છે. આ માટે બાળકો સાથે દિવસમાં ચોક્કસ જ અમુક સમય જરૂર ફાળવો તેમને આધ્યાત્મિક/ પ્રેરણાદાયક વાર્તા કહો.
બાળકોને સંગીત-નૃત્ય-ચિત્રકળા વાંચન-લેખન પ્રત્યે પ્રોત્સાહીત કરો. તેઓને Indore રમતો પ્રત્યે રસ જગાવો. ઘરકામની નાની નાની પ્રવૃત્તિઓમાં guide કરી, Home ને સ્વચ્છ અને સુઘડ રાખવા સૂચન આપો. જ્ઞાનવધર્ક ન્યુઝ પેપર્સ, મેગેઝીન વિગેરેમાં વાંચન પ્રેમ ઉમેરો. બને તા ઘરની નજીકની લાયબ્રેરીમાં જવાની ટેવ કેળવો. સારા વિચારો આપો. આ બધુંજ ભારતીય સંસ્કૃતિની ગરિમાને જાળવવા અત્યંત જરૂરી છે, જે જુની પેઢી – નવી પેઢી વચ્ચેનાં હાલનાં Vaccum ને પણ ઓછું કરવો મદદરૂપ રહેશે ?
સુરત – દિપક દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વાહનોની ખરીદી હવે અટકવી જોઇએ
હમણાં એવું વાંચ્યું કે સુરતીઓએ એક જ વર્ષમાં 1.69 લાખ વાહનો ખરીદયા જેમાં કારની સંખ્યા 22923 હતી. 58965 બાઇક અને 53321 મોપેડ ખરીદાયા. આ ઉપરાંત 22708 ઇ-વાહનની ય ખરીદી થઇ. કયારેક થાય કે હવે વાહન ન ખરીદવા વિશે ઝુંબેશ ચલાવવી જોઇએ. આપણા રસ્તાઓ આટલા વાહન સમાવી શકે તેમ નથી અને ઘર કે કાર્યાલયો પાસે પાર્કિંગની જગ્યા પણ ઘટી ગઇ છે. હકીકતે સરકારે જ વાહનો વિશે પ્રતિબંધ લાવવાની જરૂર છે પણ તે તેવું કરવા માંગતી નથી. તેમણે જાહેર વાહન વ્વયસ્થા વધારવાની જરૂર છે. મેટ્રોને એ દિશાનું જ કાર્ય ગણી શકાય. લોકો પણ ખાનગી વાહનોનો આગ્રહ ઓછો રાખતા થાય. વાહનો બનાવવાનો ઉદ્યોગ સતત મોટો થઇ રહ્યો છે કારણ કે લોકોને હવે વૈભવી દેખાડો કરવો છે. વાહનોના પ્રદુષણ જીવનને મુશ્કેલ બનાવી રહ્યા છે અને અકસ્માતો પણ વધ્યા છે તો વિચારો.
સુરત – હરેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.