વડોદરા/ ભરૂચ: ભરૂચ અને નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા ફરીવાર આકરા પાણીએ જોવા મળ્યા છે. સોમવારે નારેશ્વર-પાલેજ રોડ ઉપર ભરૂચ તાલુકાના ઝનોર ગામના નિર્દોષ પૌત્ર અને નાના-નાનીનું કરૂણ મોત થયું હતું.ત્રણ જણાના મોત થયા બાદ રેતી ભરેલી ટ્રકે અકસ્માત બાદ ભોગ બનેલા સારવારની સગવડ આપ્યા વિના માનવતાને ઠોકર મારી ઉભો ન રહ્યો હતો. હવે જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકારણમાં પણ ગરમાયુ છે અને પક્ષ પલટો પણ શરૂ થઇ ગયો છે. ત્યારે આજે બે દિવસ પહેલા બનેલી અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા ત્યારે કરજણ વિધાનસભાના મતવિસ્તારમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને કરજણ ના પૂર્વ ધારાસભ્ય સતિષ નીશાળીયા ઘટના સ્થળ પર ગયા હતા. જો કે કોંગ્રેસમાંથી પલટો કરીને ભાજપમાં આવનાર અક્ષય પટેલ મનસુખ વસાવાની સાથે ખૂબ મોડા પહોંચ્યા હતા કે એમને બોલવામાં જ આવ્યા ન હતા.
કરજણના માલોદ ગામ નજીક ડમ્પર ટકકરે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ભરૂચ ના ઝનોર ખાતે રહેતા પરિવારના ત્રણ વ્યક્તિઓનું મોત થયું હતું. ઘટના સંબંધિત જાત માહિતી માટે સાંસદ મનસુખ વસાવા અને કરજણના માજી ધારાસભ્ય સતિષ નીશાળીયા માલોડ પહોંચ્યા હતા. મનસુખ વસાવા સ્થળ પર જઈને ગેરકાયદેસર રેતી માફિયાઓ લઈ મામલતદાર, સર્કલ સહિતના અધિકારીઓને ખખડાવ્યા હતા.સાંસદે મનસુખ વસાવાએ નારાજ થઈને તંત્ર ઉપર બળાપો ઠાલવ્યો હતો.
મનસુખ વસાવાએ જાહેરમાં ખનીજ ટિમ મોકલવાની વાત કરી છે રેતી ચોરો બે નંબરની રેતીનું ખનન છે. માણસ મરે તેની કિંમત નહીં, હપ્તા રાજ ચાલે છે , સરકારી અધિકારીને કહ્યું કે તમે અહીંયા રેતી માફિયાનો ઉપરાણું લઇ લેવા આવ્યા છો, બહુ હોશિયારી નહિ મારવાની તેમ કહીને ગાળો ભાંડી હતી, રેકોર્ડિંગ કરવું હોય તો કરો તમારી બેદરકારીના કારણે લોકો મરી ગયા છે. ઝનોરના 3 લોકોના ભુમાફિયાઓના કારણે થયેલા મોતમાં ભરૂચના MP મનસુખ વસાવા મંગળવારે તમામ કામ છોડી માલોદ ગામે પહોચી ગયા હતા.સાંસદ આવી રહ્યા હોવાની જાણ થતાં મામલતદાર, સરપંચ, સર્કલ, તલાટી સહિતના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. MP મનસુખ વસાવાએ મામલતદારનો જાહેરમાં ઉઘડો લીધો હતો.અને “તમે હપ્તા લો છો અને આમજનતાએ ભોગવવાનો વારો આવે છે.”
રેતી અને માટીના ડમ્પરો લઈ બેફામ દોડતા ભુમાફિયાઓને કોણ પાલવી પોષી રહ્યું છે. તંત્રની રહેમ નજર સિવાય આ શક્ય જ નહિ હોવાનો સાંસદે જાહેરમાં રોષ ઠાલવ્યો હતો.મામલતદારને ખખડાવતા સાંસદે જાહેરમાં તેમને સીધું જ કહી દીધુ હતું કે, આ બેરોકટોક કેમ ચાલે છે, તમે હપ્તા નથી લેતા. મામલતદારને જાહેરમાં બે થી ત્રણ વખત સાંસદે સવાલ કર્યો હતો કે, કેટલા હપ્તા મળે છે કહો. સર્કલ અને સરપંચને પણ સાંસદે આડે હાથે લીધા હતા. તાલુકામાં બેફામ માટી અને રેતી ચોરી ચાલતી હોય તેનાથી સમગ્ર તંત્ર કઈ રીતે અજાણ હોય તેવો પ્રશ્ન પણ જાહેરમાં સાંસદે ઉઠાવ્યો હતો. એક જ વર્ષમાં ૭ લોકોના ભુમાફિયાઓના વાહનોથી મોત થયા હોય લાલઘૂમ થઈ ગયેલા સાંસદ મનસુખ વસાવા એ માણસો મરે તેની કિંમત નથી જણાવી હપ્તા લેવાના હારા લાગે છે તેવો પણ રોષ વ્યકત કર્યો હતો.
સ્થાનિક નેતાઓ અને રેતી માફિયાઓ ભાગીદાર બની ગયા : સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે પ્રથમ ઝનોર ના પરિવારનું અકસ્માતે મોત નીપજયું હોવાની ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. છેલ્લા એક વર્ષમાં ૭થી ૮ લોકોના મૃત્યુ થયા છે. રેતી ખનન માફિયાઓ બેફામ બની ગયા છે નદીમાં પણ પાડા બનાવી રીતે કાઢી ગેરકાયદેસર રીતે ખનન કરે છે, અગાઉ પણ લેખિતમાં અનેકવાર રજૂઆત કર્યા બાદ બેફામ ડમ્પર રોડ પર ચાલે છે તે બંધ થઈ જાય છે ફરી ટૂંક સમયમાં જ ચાલુ થઈ જાય છે, સ્થાનિક રાજકીય નેતાના કારણે રેતી ખનનના માફિયાઓ બેફામ બન્યા છે, સ્થાનિક નેતાઓ અને રેતી માફિયાઓ ભાગીદાર બની ગયા છે, રેતી માફિયાઓ ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી સૂચના મામલતદાર પ્રાંત અધિકારી અને પોલીસને આપી છે. ઓવર લોડ ના કારણો રોડો તૂટી ગયા છે સામાન્ય માણસોને અવરજવર માં તકલીફ પડે છે, જ્યારે કરજણ ના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રને રેતી ની લિઝ ચલાવે છે તેમાં મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર હોય કે સગો હોય કોઈ પણ ચમરબંધી ને છોડવામાં નહીં આવે.
તંત્રને કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ : અક્ષય પટેલ
ભાજપના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ જણાવ્યું અમારા પક્ષના વડીલ નેતા છૅ, જે કરૂણ ઘટના બની છે તેને લઈને સાંસદ મનસુખ વસાવા સ્થળ પર આવ્યા હતા .જો કે હું એક મિટિંગમાં હોવાના કારણે આ સ્થળ પણ મોડો પહોંચ્યો હતો. જેમાં ટ્રક ડ્રાઇવરને પકડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. સીસીટીવી ચેક પોલીસ કરી રહી છૅ. બેફામ ચાલતી રેતી ખનન માફિયાની ગાડી સામે પોલીસ, મામલતદાર, ખાણ ખનીજ વિભાગને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
બોલાય તારા SDMને નહીં તો ધરણાં પર બેસું છું : મનસુખ વસાવા
મનસુખ વસાવા : કાલનું આ ઘટના ઘટી તમે હમણાં આવો છો
મામલતદાર : અને કાલે સાહેબ પીઆઇ ને મોકલ્યા હતા
મનસુખ વસાવા : હું પીઆઇને મોકલ્યા તમારી ફરજ નથી તમારી, હેય સંભાળીને વાત કર તમારી ફરજ નતી અહીંયા, હપ્તા લો છો
મામલતદાર : અરે કાલે સુનાવણીનો કેસ હતો
મનસુખ વસાવા : સીધી રીતના વાત કર ગાળ તમારા લીધે આ ઘટના ઘટી છે. હપ-હપ ગાળ ના ત્રણ માણસો મરી ગયા ખબર છે બોલાવ તારા એસડીએમને નહીં તો હું ધરણા પર બેસું છું.ગાળ પાછો ખિસ્સામાં હાથ નાખી ફર્યા કરે છે.જા ન માં આયો તો ગાળ હટ હટ ગાળ આવી રીતના વાત કરે છે.
મામલતદાર : પેલા ખનીજ વાળા ની ટીમ મોકલવાની વાત કરી સાહેબ
મનસુખ વસાવા : તે નહીં આવે તો તમે નહીં કરી શકો મામલતદાર તરીકે
મામલતદાર : કરીએ જ છે ને સાહેબ ના ક્યાં પાડીએ છીએ
મનસુખ વસાવા : શું કર્યું તમે બોલો શું કર્યું
સતિષ નીશાળીયા : ટૂંકમાં મામલતદાર શ્રી માટી અને રેતી આ તાલુકાઓ ની અંદર બેફામ બેચોરી ચાલે છે. આજ સુધી આપણા કોઈ તંત્રએ આની અંદર ધ્યાન આપ્યું નથી. બે નંબરની આખી રાત ગાડીઓ ચાલે છે.
મનસુખ વસાવા : બે માણસો મરી ગયા છે.
સતિષ નીશાળીયા : બે નહી આ વર્ષમાં સાત મરી ગયા, ત્રણ તો આજે મળ્યા આખા વર્ષ સુધી ચાલે છે આવું પહેલાય મરી ગયા છે.
મનસુખ વસાવા : માણસો મરે છે તેમની કિંમત નથી.હપ્તા લેવાના સારા લાગે છે. હપ્તા નથી લેતા તો આ કેમ ચાલે છે કહો મને
મામલતદાર : સાહેબ આ તો ભૂસ્તર શાસ્ત્રીને
મનસુખ વસાવા : ના તમે પણ ઇન્વોલ્વ છો, તમે પણ ઇન્વોલ્વ છો, તમે પણ ઇન્વોલ્વ છો,
મામલતદાર : જુઓ સાહેબ ના ના હોતું હશે સાહેબ
મનસુખ વસાવા : કેટલા હપ્તા મળે છે
મામલતદાર : જુઓ સાહેબ આ સાયર માં જે નવી લીઝ માટે પેલી લોક સુનાવણી હતી ને ત્યારે મેં સરપંચ ને કીધું હતું
સતિષ નીશાળીયા : સરપંચ તો ફૂટેલો છે,અરે માર્યો એને તો, સરપંચ ફૂટેલો છે.
મામલતદાર : મેં કીધું તું કે તમે મંજુર શું કરવા કરો છો ભાઇ
મનસુખ વસાવા : તો તમે શું કરવા મંજૂર કરો છો
મામલતદાર : અમારા હાથમાં નથી હોતું, સાહેબ
મનસુખ વસાવા : અરે તમારા બી હાથમાં હોય છે
અન્ય પાત્ર વચ્ચે : કોણ છો તમે સર્કલ છું સાહેબ
મનસુખ વસાવા : સર્કલ છો.તો આ વિસ્તારના સર્કલ છો લ ? સર્કલની શું ડ્યુટી છે, શું ડ્યુટી છે, એનું ઉપરાણું લેવા આવ્યા છો.
સર્કલ ઓફિસર : ના સાહેબ હું તો ખાલી કહું છું.
મનસુખ વસાવા : તો તમને દેખાયું આજદિન સુધી આ ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે ત્યાં સુધી
મામલતદાર : ગઈ વખતે ચાર કરી હતી સિઝ
સર્કલ : ચારને એક પાંચ, છ કરી હતી.
મનસુખ વસાવા : શુ છો છો કરો છો….શુ છો
મામલતદાર : 6 કરી હતી કુરાલી માં
સતિષ નીશાળીયા : એ તમે કરી એ ડભોઇ થી આવતી કરી, અહીંની મેં પ્રાંતને પણ રજૂઆત કરી, અહીંની કરોને
મામલતદાર : પ્રાંત સાહેબ ને એ જ કીધું હતું
મનસુખ વસાવા : અહીંની કરો ને બહુ હોશિયારી નહીં મારવાની.