નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) લાંબા સમય બાદ ક્રિકેટ મેચ (Match) રમાવાની છે. આ માટે ઈંગ્લેન્ડની (England) ટીમ પાકિસ્તાન પહોંચી છે. પરંતુ લાગી રહ્યું છે કે પાકિસ્તાનમાં યોજાનારી ટેસ્ટ મેચ (Test Match) રદ્દ કરવામાં આવશે. કારણ કે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાની (Terrorist attack) ધમકી આપવામાં આવી છે. જેના કારણે કદાચ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રણ ટેસ્ટ મેચ કેન્સલ (Cancel) થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની ટીમ હાલમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે પાકિસ્તાનમાં છે અને પ્રથમ ટેસ્ટ મેચ 1 ડિસેમ્બરથી રાવલપિંડીમાં રમાવાની છે. પરંતુ આ પહેલા પાકિસ્તાનના માથે એક મોટું સંકટ આવી ગયું છે, જે આગામી દિવસોમાં તબાહી મચાવી શકે છે. આંતકવાદીઓ માટે પાકિસ્તાન પહેલાથી જ આશ્રયસ્થાન રહ્યું છે, પરંતુ હવે એ જ આતંકવાદી સંગઠનો પાકિસ્તાન માટે સમસ્યા બની ગયા છે. TTP એટલે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને ધમકી આપી છે કે તેઓ આવનારા સમયમાં પાકિસ્તાનમાં ગમે ત્યારે ગમે ત્યારે હુમલો કરી શકે છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં ત્રણ મેચ પાકિસ્તાનમાં જ રમાવાની છે.
હુમલાની ધમકી તહરીક-એ-તાલિબાન દ્વારા આપવામાં આવી છે
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને જૂનમાં પાકિસ્તાન સરકાર સાથે કરેલા યુદ્ધવિરામને પાછો ખેંચી લેવાની ધમકી આપી છે. આ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે TTPએ તેના કાર્યકરોને હુમલો કરવાનો આદેશ પણ આપ્યો છે. એટલે કે આવનારા થોડા દિવસો પાકિસ્તાન માટું સંકટ ઊંભુ કરી શકે છે. તેથી આવનારા દિવસોમાં પાકિસ્તાનના કેટલાક શહેરોમાંથી હુમલાનો સમાચાર આવે તો નવાઈની વાત નથી.
TTPએ કહ્યું છે કે તેમના મુજાહિદ્દીન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેથી મુજાહિદ્દીન હવે સમગ્ર પાકિસ્તાનમાં ગમે ત્યાં હુમલો કરવા માટે સંપૂર્ણપણે આઝાદ છે. ટીટીપી દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનની સરકાર અને સેના શરિયા કાયદાની રીતે નથી કામ કરી રહ્યા, તેના બદલે બંધારણ લાગુ કરવામાં આવ્યું છે.
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ લગભગ 17 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ માટે પાકિસ્તાન પહોંચી છે
ખાસ વાત એ છે કે થોડા સમય પહેલા જ પાકિસ્તાનના કેટલાક વરિષ્ઠ મૌલવીઓનું એક પ્રતિનિધિમંડળ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે વાત કરવા માટે અફઘાનિસ્તાન પહોંચ્યું હતું, પરંતુ આ વાતચીત નિષ્ફળ રહી હતી. આ પછી પાકિસ્તાન સેનાએ ટીટીપીના બે કમાન્ડરોને ઠાર કર્યા હતા. ત્યારથી ટીટીપીમાં નારાજગી અને ગુસ્સો છે અને તે પછી જ આ ચેતવણી સામે આવી છે. કોઈપણ રીતે, ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ ટેસ્ટ સીરીઝ માટે પાકિસ્તાન પહોંચી છે, પરંતુ હવે આ સીરીઝ પર સંકટના વાદળો દેખાવા લાગ્યા છે. આ સમગ્ર મામલે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે, પરંતુ એ નિશ્ચિત છે કે આવનારા દિવસો અને મહિનાઓ પાકિસ્તાન માટે મુશ્કેલી ભર્યા હોઈ શકે છે.