નવી દિલ્હી: ઈંગ્લેન્ડ (England) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી (Test Series) પર મોટું સંકટ આવી પડ્યું છે. મેચના એક દિવસ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) સહિત ટીમના કુલ 14 સભ્યો ભેદી વાયરસનો (Virus) શિકાર બન્યા છે. આ સમાચાર રાવલપિંડીમાં (Rawalpindi) રમાનારી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા સામે આવ્યા છે. ચેપગ્રસ્ત 14 સભ્યોમાંથી અડધા ખેલાડીઓ અને સ્ટાફ સભ્યો છે. ઈંગ્લેન્ડે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે 15 ખેલાડીઓને પાકિસ્તાન મોકલ્યા છે, આમાંથી લગભગ અડધા ખેલાડીઓ ચેપથી પીડિત છે. આવી સ્થિતિમાં પ્રથમ ટેસ્ટ મેચ કેવી રીતે રમાશે, તે હજુ સ્પષ્ટ નથી.
રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડની ટીમની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે મેચના એક દિવસ પહેલા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવા માટે માત્ર 5 ખેલાડીઓ જ પહોંચી શક્યા હતા અને બાકીના બધા જ બીમાર રહ્યા હતા. ઈંગ્લેન્ડના ખેલાડીઓને કયો વાયરસ સંક્રમિત થયો છે, તેની હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. તે કોરોના અથવા અન્ય કોઈ અજાણ્યો વાયરસ હોઈ શકે છે.
નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનમાં લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ છે, ઈંગ્લેન્ડ પણ ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવા માટે ઘણા દાયકાઓ પછી પાકિસ્તાન પહોંચ્યું છે. આ જ કારણ છે કે પીસીબી દ્વારા આ સિરીઝને ઘણી હાઈલાઈટ કરવામાં આવી રહી છે. આ સીરીઝ માટે ઈંગ્લેન્ડના ઘણા મોટા ખેલાડીઓ, પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટર્સ પણ પાકિસ્તાન પહોંચી ગયા છે. ઈંગ્લેન્ડે પણ પ્રથમ ટેસ્ટ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી હતી, જેમાં લિયામ લિવિંગસ્ટોન ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
પાકિસ્તાન-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ
- પહેલી ટેસ્ટ – 1-5 ડિસેમ્બર, રાવલપિંડી
- બીજી ટેસ્ટ – 9-13 ડિસેમ્બર, મુલતાન
- ત્રીજી ટેસ્ટ – 17-21 ડિસેમ્બર, કરાચી ટેસ્ટ શ્રેણી માટે
પાકિસ્તાનની ટીમઃ બાબર આઝમ (c), મોહમ્મદ રિઝવાન (wk, vc), અબ્દુલ્લા શફીક, અબરાર અહેમદ, આગા સલમાન, અઝહર અલી, ફહીમ અશરફ, હરિસ રઉફ, ઇમામ-ઉલ-હક, મોહમ્મદ અલી, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ, નસીમ શાહ, નૌમાન અલી, સરફરાઝ અહેમદ, સઉદ શકીલ, શાન મસૂદ અને ઝાહિદ મેહમૂદ.
ઈંગ્લેન્ડની ટીમ: બેન સ્ટોક્સ (સી), જેમ્સ એન્ડરસન, હેરી બ્રુક, જેક ક્રોલી, બેન ડકેટ, બેન ફોક્સ (wk), વિલ જેક્સ, કીટોન જેનિંગ્સ, જેક લીચ, લિયામ લિવિંગસ્ટોન, જેમી ઓવરટોન, ઓલી પોપ, રેહાન અહેમદ, ઓલી રોબિન્સન , જો રૂટ અને માર્ક વુડ.