Sports

ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ નિવૃત્તિ બાદ વર્લ્ડ કપ રમવા ફરી મેદાનમાં એન્ટ્રી કરશે!

ODI વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. ચાર વર્ષમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે વિશ્વભરની ટીમો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમ તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડનું મેનેજમેન્ટ સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને (Ben-Stockes) વર્લ્ડ કપ માટે ODI નિવૃત્તિમાંથી પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

  • ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને વર્લ્ડ કપ માટે ODI નિવૃત્તિમાંથી પરત લાવવાના પ્રયાસ
  • ઈંગ્લેન્ડને ખ્યાલ છે કે ટાઈટલ બચાવવા માટે તેણે કંઈક ખાસ કરવું પડશે
  • ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ 15 ઓગસ્ટે વર્લ્ડ કપ માટે 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરવા જઈ રહ્યું છે

આવતા વર્ષે ભારતમાં યોજાનાર 50 ઓવરના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે પોતાની ટ્રોફી બચાવવાની છે. ભારતને ભારતીય ધરતી પર હરાવવું એ વિશ્વ ક્રિકેટમાં સૌથી મુશ્કેલ કામ છે. ભારતમાં 2011ના વર્લ્ડ કપમાં પણ ઈંગ્લેન્ડને આયર્લેન્ડ અને બાંગ્લાદેશ જેવી ટીમોથી હાર મળી હતી. જો કે તેણે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ તેને શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડને ખ્યાલ છે કે ટાઈટલ બચાવવા માટે તેણે કંઈક ખાસ કરવું પડશે.

ઈંગ્લેન્ડના કોચ મેથ્યુ મોટ નિષ્ણાત બેટ્સમેન તરીકે બેન સ્ટોક્સને ટીમમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટે ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરને બેન સ્ટોક્સ સાથે વાત કરવા કહ્યું છે. મોટે કહ્યું કે બટલર આ અંગે સ્ટોક્સ સાથે વાત કરશે. જોકે સમાચાર એ છે કે સ્ટોક્સ હજુ પણ ના પાડી રહ્યો છે. જોકે તેને સમજાવવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ 15 ઓગસ્ટે વર્લ્ડ કપ માટે 18 ખેલાડીઓની ટીમની જાહેરાત કરવા જઈ રહ્યું છે.

ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે T20 વર્લ્ડ કપ 2022 પહેલા આ વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી બાદ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જણાવી દઈએ કે સ્ટોક્સે 2011માં આયર્લેન્ડ વિરુદ્ધ વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે પોતાની ODI કરિયરમાં 2919 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી ત્રણ સદી અને 21 અડધી સદી નીકળી હતી. સ્ટોક્સ 2019 વર્લ્ડ કપની ફાઇનલમાં તેના અણનમ 84 રન માટે હંમેશા યાદ રહેશે. તેની ઇનિંગ્સના કારણે ઇંગ્લેન્ડ પ્રથમ વખત વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું હતું.

Most Popular

To Top