અંકલેશ્વર : ભરૂચ (Bharuch) જિલ્લામાં ખાસ કરીને વિવિધ જીઆઇડીસી (GIDC) વિસ્તારો આવ્યા છે. એમાં પણ અંકલેશ્વર (Ankleshwar) ખાતે મોટા ભાગના ઔધોગિક એકમો (Industrial Unit) કાર્યરત છે, પરંતુ અહીં અવારનવાર પર્યાવરણને (Environment) નુક્શાન પહોંચતું હોવાની વિગતો સામે આવે છે, એ પછી વાયુ પ્રદુષણને (Air Pollution) લગતી હોય કે જળ પ્રદૂષણની સમસ્યા, જાણે કે ઠમવાનું નામ ન લેતી હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે.
- વાયુ પ્રદુષણની માત્રા અંકલેશ્વર વિસ્તારમાં ચિંતા જનક સ્થિતિમાંએ પહોંચી
- એર ક્વોલીટી ઇન્ડેક્સમાં PM 2.5 સાથે પ્રદુષણનો આંક ૩૩૩ રેડ જોન પર પહોંચ્યો
- પ્રદૂષણની માત્રામાં સતત વધારો સ્થાનિક જનતા માટે મુશ્કેલી સમાન
દિવાળીના તહેવાર બાદથી જ જાણે કે પ્રદુષણની માત્રમાં ધરખમ વધારો જોવા મળ્યું છે, ખાસ કરીને વાયુ પ્રદુષણની માત્રા અંકલેશ્વર વિસ્તારમાં ચિંતા જનક સ્થિતિમાં જોવા મળી રહી છે, એર ક્વોલીટી ઇન્ડેક્સમાં PM 2.5 સાથે પ્રદુષણનો આંક ૩૩૩ રેડ જોન પર પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે, જે લાંબા સમય સુધી આ હવાના સંપર્કમાં રહેવા પર શ્વસન સંબંધી બિમારી થઈ શકે છે, તેવું પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
અંકલેશ્વરમાં અગાઉ પણ પ્રદુષણને લઇ ઘણા આંદોલનો થઇ ચુક્યા છે, જીપીસીબીનું તંત્ર પણ દર વર્ષે અનેક ઉધોગોને ક્લોઝર નોટિસ સહિત દંડનીય કાર્યવાહી પણ કરતું હોય છે તેમ છતાં અહીંયા પ્રદુષણની માત્રામાં સતત વધારો થવાની બાબત ચોક્કસથી સ્થાનિક જનતા માટે મુશ્કેલીઓ સમાન બની છે, કારણકે જે ઉધોગ નગરી પર્યાવરણ દિવસે મસમોટી ઉજવણીઓ કરતી હોય છે તે જ ઉધોગ નગરીમાં આજે પ્રદુષણની માત્રામાં સતત થતો વધારો અને તેને રોકવા માટેના કોઈ નક્કર પ્રયાસો કરવામાં તંત્રએ હવે મંથન કરવાની જરૂર છે.