આપણા દેશમાં અનેક ધર્મો, સંપ્રદાયો, પંથો, ભાષાઓ, બોલીઓ, કોમો અને જ્ઞાતિઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા જોવા મળે છે. સૌ નાગરિકો રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે છે. અહીં કેટલાક કહેવાતા બુદ્ધિશાળીઓ જુદી જ માન્યતાના વાડામાં, જાળામાં વિચરતા જોવા મળે છે. દેશના બદલે પરદેશમાં સારું એમ કહીને પોતાને બીજાથી અલગ દર્શાવે છે. આપણો દેશ કેમ પાછળ છે? એ માટે અનેકાનેક દ્રષ્ટાંત આપે છે. આવા દેશને વફાદાર ન રહેનારા સ્વચ્છંદી, સ્વકેન્દ્રી લોકો અનેક કહેવાતી માન્યતાઓના ભોગ પણ બને છે.
આવા ભણેલા બુદ્ધિનો ઉપયોગ ન કરે અને રૂઢિ, વહેમ, અંધશ્રદ્ધા અને જૂનવાણી માન્યતા મુજબ ચાલે અને બીજાને તેમ કરવા પણ કહે ત્યારે આશ્ચર્ય થયા વિના રહેતું નથી. માનવી એકવાર માન્યતાના ખોટા જાળાં-પદડામાં ફસાતા, વાદળાં એકબીજાની સાથે ગૂંથાઈ ગયેલા ડાળાંવાળા છોડવા અને વાંટવાની જેમ બંધાઈને પરવશ બને છે.-ગ્રૂપિઝમ, પક્ષાપક્ષી કરીને અલગ અલગ વાડામાં બંધાવું પણ ક્યારેક જોખમી બને છે. આપણી ફરતે રક્ષણ માટે ફરતે દીવાલ કે વાડ કરી હોય તેવી વાડાની સ્થિતિ જોખમી બને ત્યારે જાળાં-ઝાંખરા ફગાવીને વાડાબંધીમાંથી ત્વરિત બહાર આવી જવું જોઈએ. દેશભક્ત બનવાની જરૂર છે.
નવસારી – કિશોર આર. ટંડેલ. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.