‘EB-5’ હેઠળ રોકાણની રકમ રોક્યા પછી પિટિશન દાખલ કરવામાં આવે. એ પ્રોસેસ થઈને એપ્રુવ થાય પછી રોકાણકારને કંડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. ભારતીયો માટે આજે આ માટેનો વાટ જોવાનો સમય ત્રણથી ચાર યા વધુ વર્ષનો હોય છે. જે કંડિશનલ ગ્રીનકાર્ડ હોય છે એ બે વર્ષની મુદતનું હોય છે. બે વર્ષ પૂરાં થાય એ પહેલાં એ રોકાણકારે અરજી કરીને દેખાડી આપવાનું રહે છે કે એમણે રોકાણની રકમ પાછી ખેંચી નથી લીધી. રિજનલ સેન્ટરે એમના વતીથી દસ અમેરિકનોને સીધી યા આડકતરી યા ઇન્ડયુશ રીતે નોકરીઓ આપી છે અને બીજી બધી શરતોનું પાલન કર્યું છે એટલે એમનું ગ્રીનકાર્ડ કાયમનું કરી આપવામાં આવે. આ પિટિશનને પણ પ્રોસેસ થઈને એપ્રુવ થતાં 3-4 વર્ષ લાગે છે. ગ્રીનકાર્ડ કાયમનું થાય એટલે રિજનલ સેન્ટર એમને રોકાણની રકમ પાછી આપે છે. કાયદો એ છે કે તમે જે રોકાણ કરો એ તમારી રકમ જોખમમાં હોય છે. અમેરિકાની સરકાર તમને કોઈ ગેરંટી નથી આપતી કે તમે જે રિજનલ સેન્ટરમાં રોકાણ કર્યું હોય એ રિજનલ સેન્ટર તમને તમારા રોકાણની રકમ પાછી આપશે જ. રિજનલ સેન્ટર પણ આવી કોઈ ગેરંટી આપી શકતા નથી કારણ કે તમે રોકાણ નવા બિઝનેસમાં કર્યું હોય છે અને નવા બિઝનેસમાં નફો પણ થઈ શકે, નુકસાન પણ જઈ શકે. આથી તમે જ્યારે રોકાણ કરો ત્યારે તમારે પૂરતી ખાતરી કરી લેવી જોઈએ કે જે રિજનલ સેન્ટરમાં રોકાણ કરો છો એના પ્રમોટરો કોણ છે? એમનો ટ્રેક રેકોર્ડ શું છે? આ પહેલાં એમણે આવા કોઈ પ્રોજેક્ટ કરેલા છે? સક્સેસફૂલી કરેલા છે? રોકાણની રકમ પાછી આપેલી છે? એમનું પોતાનું આ પ્રોજેક્ટમાં કેટલું રોકાણ છે? અમેરિકાની બેન્કોએ અને અન્ય નાણાંકીય સંસ્થાઓએ એમને કેટલી લોન આપેલી છે? આ પ્રોજેક્ટને લગતી બધી જ પરવાનગીઓ એમણે મેળવી છે? આ પ્રોજેક્ટ જ્યાં કરવામાં આવે છે ત્યાં એ ચાલી શકે એમ છે? આ બધું જાણીને એટલે કે ‘ડ્યુ ડિલીજીયન્સ’ કર્યા પછી જ તમારે રોકાણ કરવું જોઈએ. રિજનલ સેન્ટરના પ્રમોટરો તમારા જાતિના છે? તમારા ગામ કે શહેરના છે? તમને કન્સેશન આપે છે? એટલે એમાં રોકાણ ન કરતા, પૂરેપૂરું ડ્યુ ડિલીજીયન્સ કરીને, ખાતરી કરીને પછી જ એ રિજનલ સેન્ટરમાં રોકાણ કરજો. રોકાણની રકમ ઉપરાંત રિજનલ સેન્ટરો આજે 80,000 ડોલર એમની ‘એડમિનિસ્ટ્રેટિવ ફી’ તરીકે લે છે. જે પાછી મળતી નથી. એ લોકોના એટર્નીઓ જેઓ તમારા વતીથી પિટિશન ફાઇલ કરે છે એમની ફી પણ 20-25 હજાર ડોલર હોય છે. એ પણ તમને પાછી ન મળે. ફાઈલિંગ ફી પણ તમારે ભરવાની હોય છે એ પણ ખાસ્સી એવી મોટી છે અને ઘડીએ ઘડીએ એ વધતી જાય છે. બીજો પણ પરચૂરણ ખર્ચો થાય છે. વિઝાની ફી પણ ભરવી પડે છે. આ બધું ખર્ચાની રકમ હોય છે. એ તમને પાછી મળતી નથી. રોકાણકારોને આકર્ષવા માટે, રોકાણકારો એમના રિજનલ સેન્ટરમાં રોકાણ કરે એ માટે અનેક રિજનલ સેન્ટરો જાતજાતનાં પ્રલોભન આપે છે. એમ કહે છે કે અમે તમને રોકાણની રકમ પર 0.5%, 1%, 2% ઘણા તો 9% વાર્ષિક વ્યાજ આપશું એવું જણાવે છે. એડમિનિસ્ટ્રેટિવ ફીમાં પણ એ લોકો ઘટાડો કરે છે. 80,000 નહીં 70,000 આપજો. 60,000 આપજો, 50,000 આપજો, આવું કહે છે. તમારા એટર્નીની ફી અમે આપશું એવું પણ તેઓ કહે છે. આવાં આવાં પ્રલોભનો તેઓ આપે છે. એમની પોતાની યા એમના કોઈ સગાંવહાલાંની પ્રોપર્ટી જો તમારા દેશમાં હોય તો કહે છે કે જો અમે ફેલ જઈશું તો તમે આ પ્રોપર્ટીનો કબજો લઈ શકશો. તમારે આવાં પ્રલોભનોથી ચેતતા રહેવું જોઈએ. જે કોઈ પણ રિજનલ સેન્ટરમાં ઈન્વેસ્ટ કરતા ઈચ્છતા હો એનું કોઈ જાણકાર એડવોકેટ આગળ ‘ડ્યુ ડિલિજન્સ’ કરાવવું જોઈએ. તમારા પૈસા વ્હાઈટના હોવા જોઈએ. એ તમારી જાત કમાઈ હોય, તમને વારસામાં મળેલા હોય, તમારી પ્રોપર્ટી વેચીને મેળવેલા હોય, તમને કોઈએ લોન આપી હોય, કોઈએ ગિફ્ટ આપી હોય તો ચાલે. લોન કે ગિફ્ટ તમારા દેશની બહાર રહેતા લોકો પણ આપી શકે. અમેરિકામાં રહેતા લોકો પણ આપી શકે પણ પછી એમની આગળ એ પૈસા ક્યાંથી આવ્યા? એમનું ‘સોર્સ ઓફ ફંડ’ પણ પુરાવાઓ સહિત દેખાડવું પડશે. રોકાણની રકમ ગમે ત્યાંથી આવી હોય પણ એ વ્હાઈટની હોવી જોઈએ અને એ કેવી રીતે આવી? દા.ત. અમેરિકામાંથી તમને કોઈ ગિફ્ટ આપે તો ગિફ્ટ શા માટે આપે? એ તમારાં સગાં છે? કોઈ કારણ હોય તો ગિફ્ટ આપે ને? એમ ને એમ કોઈ તમારા પર વરસી ન જાય. એમની આગળ એ પૈસા ક્યાંથી આવ્યા? બિઝનેસમાં એ કમાયેલા છે? ટેક્સ ભરેલા નાણાં છે? કોઈ પ્રોપર્ટી વેચી છે? તો એ પ્રોપર્ટી ખરીદેલી ત્યારે એની કિંમત એમણે કેવી રીતે ચૂકવી હતી? આવું બધું તમારે દેખાડવું પડશે. એટલે રોકાણની રકમ વ્હાઈટની હોવી જોઈએ. એનો સોર્સ ઓફ ફંડ તમારે દેખાડવો જોઈએ. ‘EB-5’ના પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતા ફાયદાઓ શું છે? અનેક ગણા ફાયદાઓ છે. સૌ પ્રથમ તો જો તમે અમેરિકાની અંદર કોઈ પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા ઉપર કાયદેસર રહેતા હો અને રોકાણ કરો તો પછી જ્યાં સુધી કંડિશનલ ગ્રીનકાર્ડ મળે ત્યાં સુધી તમે અમેરિકામાં રહી શકો છો. તમારું કાર્ય ત્યાં કરી શકો છો. ગ્રીનકાર્ડ મળે એટલે તમે ‘EB-5’ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરો એટલે જ્યાં એ રિજનલ સેન્ટર કાર્ય કરતું હોય ત્યાં જ રહેવાની જરૂરિયાત નથી. અમેરિકામાં તમે ગમે ત્યાં રહી શકો છો. ગ્રીનકાર્ડ મળે એટલે તમે અમેરિકામાં બિઝનેસ કરી શકો છો, પ્રોપર્ટી લઈ શકો છો. નોકરી કરી શકો છો, ભણી શકો છો. કંઈ પણ કરી શકો છો. અમેરિકન નાગરિક જે કાર્ય કરી શકે એ બધાં જ કાર્યો કરી શકો છો. ફક્ત તમે ઈલેક્શનમાં વોટ નથી કરી શકતા કે ઈલેક્શનમાં ઊભા નથી રહી શકતા. ગ્રીનકાર્ડ મળે એટલે તમે અમેરિકામાં સહેલાઇથી આવ-જા પણ કરી શકો છો. આ ગ્રીનકાર્ડના અનેક ફાયદા છે. ગ્રીનકાર્ડ મળ્યા બાદ 5 વર્ષ પછી અમુક શરતોનું પાલન કરતા તમે અમેરિકન નાગરિક બનવાની નેચરલાઈઝેશન દ્વારા અરજી પણ કરી શકો છો અને અમેરિકન નાગરિક પણ બની શકો છો. વાચક મિત્રો, ‘EB-5’ પ્રોગ્રામની સઘળી માહિતી આ બે લેખોમાં સંક્ષિપ્તમાં સમજાવી છે. જો તમારી આગળ પૈસાની છૂટ હોય, વ્હાઈટના પૈસા હોય અને તમારું અમેરિકન સ્વપ્નું હોય તો એ પૂરું કરવા જરૂરથી ‘EB-5’ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરો અને ગ્રીનકાર્ડ મેળવો.
‘EB-5’ હેઠળ રોકાણની રકમ રોક્યા પછી પિટિશન દાખલ કરવામાં આવે. એ પ્રોસેસ થઈને એપ્રુવ થાય પછી રોકાણકારને કંડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. ભારતીયો માટે આજે આ માટેનો વાટ જોવાનો સમય ત્રણથી ચાર યા વધુ વર્ષનો હોય છે. જે કંડિશનલ ગ્રીનકાર્ડ હોય છે એ બે વર્ષની મુદતનું હોય છે. બે વર્ષ પૂરાં થાય એ પહેલાં એ રોકાણકારે અરજી કરીને દેખાડી આપવાનું રહે છે કે એમણે રોકાણની રકમ પાછી ખેંચી નથી લીધી. રિજનલ સેન્ટરે એમના વતીથી દસ અમેરિકનોને સીધી યા આડકતરી યા ઇન્ડયુશ રીતે નોકરીઓ આપી છે અને બીજી બધી શરતોનું પાલન કર્યું છે એટલે એમનું ગ્રીનકાર્ડ કાયમનું કરી આપવામાં આવે. આ પિટિશનને પણ પ્રોસેસ થઈને એપ્રુવ થતાં 3-4 વર્ષ લાગે છે. ગ્રીનકાર્ડ કાયમનું થાય એટલે રિજનલ સેન્ટર એમને રોકાણની રકમ પાછી આપે છે.
કાયદો એ છે કે તમે જે રોકાણ કરો એ તમારી રકમ જોખમમાં હોય છે. અમેરિકાની સરકાર તમને કોઈ ગેરંટી નથી આપતી કે તમે જે રિજનલ સેન્ટરમાં રોકાણ કર્યું હોય એ રિજનલ સેન્ટર તમને તમારા રોકાણની રકમ પાછી આપશે જ. રિજનલ સેન્ટર પણ આવી કોઈ ગેરંટી આપી શકતા નથી કારણ કે તમે રોકાણ નવા બિઝનેસમાં કર્યું હોય છે અને નવા બિઝનેસમાં નફો પણ થઈ શકે, નુકસાન પણ જઈ શકે.
આથી તમે જ્યારે રોકાણ કરો ત્યારે તમારે પૂરતી ખાતરી કરી લેવી જોઈએ કે જે રિજનલ સેન્ટરમાં રોકાણ કરો છો એના પ્રમોટરો કોણ છે? એમનો ટ્રેક રેકોર્ડ શું છે? આ પહેલાં એમણે આવા કોઈ પ્રોજેક્ટ કરેલા છે? સક્સેસફૂલી કરેલા છે? રોકાણની રકમ પાછી આપેલી છે? એમનું પોતાનું આ પ્રોજેક્ટમાં કેટલું રોકાણ છે? અમેરિકાની બેન્કોએ અને અન્ય નાણાંકીય સંસ્થાઓએ એમને કેટલી લોન આપેલી છે? આ પ્રોજેક્ટને લગતી બધી જ પરવાનગીઓ એમણે મેળવી છે? આ પ્રોજેક્ટ જ્યાં કરવામાં આવે છે ત્યાં એ ચાલી શકે એમ છે? આ બધું જાણીને એટલે કે ‘ડ્યુ ડિલીજીયન્સ’ કર્યા પછી જ તમારે રોકાણ કરવું જોઈએ. રિજનલ સેન્ટરના પ્રમોટરો તમારા જાતિના છે? તમારા ગામ કે શહેરના છે? તમને કન્સેશન આપે છે? એટલે એમાં રોકાણ ન કરતા, પૂરેપૂરું ડ્યુ ડિલીજીયન્સ કરીને, ખાતરી કરીને પછી જ એ રિજનલ સેન્ટરમાં રોકાણ કરજો.
રોકાણની રકમ ઉપરાંત રિજનલ સેન્ટરો આજે 80,000 ડોલર એમની ‘એડમિનિસ્ટ્રેટિવ ફી’ તરીકે લે છે. જે પાછી મળતી નથી. એ લોકોના એટર્નીઓ જેઓ તમારા વતીથી પિટિશન ફાઇલ કરે છે એમની ફી પણ 20-25 હજાર ડોલર હોય છે. એ પણ તમને પાછી ન મળે. ફાઈલિંગ ફી પણ તમારે ભરવાની હોય છે એ પણ ખાસ્સી એવી મોટી છે અને ઘડીએ ઘડીએ એ વધતી જાય છે. બીજો પણ પરચૂરણ ખર્ચો થાય છે. વિઝાની ફી પણ ભરવી પડે છે. આ બધું ખર્ચાની રકમ હોય છે. એ તમને પાછી મળતી નથી. રોકાણકારોને આકર્ષવા માટે, રોકાણકારો એમના રિજનલ સેન્ટરમાં રોકાણ કરે એ માટે અનેક રિજનલ સેન્ટરો જાતજાતનાં પ્રલોભન આપે છે. એમ કહે છે કે અમે તમને રોકાણની રકમ પર 0.5%, 1%, 2% ઘણા તો 9% વાર્ષિક વ્યાજ આપશું એવું જણાવે છે. એડમિનિસ્ટ્રેટિવ ફીમાં પણ એ લોકો ઘટાડો કરે છે. 80,000 નહીં 70,000 આપજો. 60,000 આપજો, 50,000 આપજો, આવું કહે છે. તમારા એટર્નીની ફી અમે આપશું એવું પણ તેઓ કહે છે. આવાં આવાં પ્રલોભનો તેઓ આપે છે. એમની પોતાની યા એમના કોઈ સગાંવહાલાંની પ્રોપર્ટી જો તમારા દેશમાં હોય તો કહે છે કે જો અમે ફેલ જઈશું તો તમે આ પ્રોપર્ટીનો કબજો લઈ શકશો.
તમારે આવાં પ્રલોભનોથી ચેતતા રહેવું જોઈએ. જે કોઈ પણ રિજનલ સેન્ટરમાં ઈન્વેસ્ટ કરતા ઈચ્છતા હો એનું કોઈ જાણકાર એડવોકેટ આગળ ‘ડ્યુ ડિલિજન્સ’ કરાવવું જોઈએ.
તમારા પૈસા વ્હાઈટના હોવા જોઈએ. એ તમારી જાત કમાઈ હોય, તમને વારસામાં મળેલા હોય, તમારી પ્રોપર્ટી વેચીને મેળવેલા હોય, તમને કોઈએ લોન આપી હોય, કોઈએ ગિફ્ટ આપી હોય તો ચાલે. લોન કે ગિફ્ટ તમારા દેશની બહાર રહેતા લોકો પણ આપી શકે. અમેરિકામાં રહેતા લોકો પણ આપી શકે પણ પછી એમની આગળ એ પૈસા ક્યાંથી આવ્યા? એમનું ‘સોર્સ ઓફ ફંડ’ પણ પુરાવાઓ સહિત દેખાડવું પડશે. રોકાણની રકમ ગમે ત્યાંથી આવી હોય પણ એ વ્હાઈટની હોવી જોઈએ અને એ કેવી રીતે આવી? દા.ત. અમેરિકામાંથી તમને કોઈ ગિફ્ટ આપે તો ગિફ્ટ શા માટે આપે? એ તમારાં સગાં છે? કોઈ કારણ હોય તો ગિફ્ટ આપે ને? એમ ને એમ કોઈ તમારા પર વરસી ન જાય. એમની આગળ એ પૈસા ક્યાંથી આવ્યા? બિઝનેસમાં એ કમાયેલા છે? ટેક્સ ભરેલા નાણાં છે? કોઈ પ્રોપર્ટી વેચી છે? તો એ પ્રોપર્ટી ખરીદેલી ત્યારે એની કિંમત એમણે કેવી રીતે ચૂકવી હતી? આવું બધું તમારે દેખાડવું પડશે. એટલે રોકાણની રકમ વ્હાઈટની હોવી જોઈએ. એનો સોર્સ ઓફ ફંડ તમારે દેખાડવો જોઈએ.
‘EB-5’ના પ્રોગ્રામ હેઠળ રોકાણ કરતા ફાયદાઓ શું છે? અનેક ગણા ફાયદાઓ છે. સૌ પ્રથમ તો જો તમે અમેરિકાની અંદર કોઈ પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા ઉપર કાયદેસર રહેતા હો અને રોકાણ કરો તો પછી જ્યાં સુધી કંડિશનલ ગ્રીનકાર્ડ મળે ત્યાં સુધી તમે અમેરિકામાં રહી શકો છો. તમારું કાર્ય ત્યાં કરી શકો છો. ગ્રીનકાર્ડ મળે એટલે તમે ‘EB-5’ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરો એટલે જ્યાં એ રિજનલ સેન્ટર કાર્ય કરતું હોય ત્યાં જ રહેવાની જરૂરિયાત નથી. અમેરિકામાં તમે ગમે ત્યાં રહી શકો છો. ગ્રીનકાર્ડ મળે એટલે તમે અમેરિકામાં બિઝનેસ કરી શકો છો, પ્રોપર્ટી લઈ શકો છો. નોકરી કરી શકો છો, ભણી શકો છો. કંઈ પણ કરી શકો છો. અમેરિકન નાગરિક જે કાર્ય કરી શકે એ બધાં જ કાર્યો કરી શકો છો. ફક્ત તમે ઈલેક્શનમાં વોટ નથી કરી શકતા કે ઈલેક્શનમાં ઊભા નથી રહી શકતા. ગ્રીનકાર્ડ મળે એટલે તમે અમેરિકામાં સહેલાઇથી આવ-જા પણ કરી શકો છો. આ ગ્રીનકાર્ડના અનેક ફાયદા છે. ગ્રીનકાર્ડ મળ્યા બાદ 5 વર્ષ પછી અમુક શરતોનું પાલન કરતા તમે અમેરિકન નાગરિક બનવાની નેચરલાઈઝેશન દ્વારા અરજી પણ કરી શકો છો અને અમેરિકન નાગરિક પણ બની શકો છો.
વાચક મિત્રો, ‘EB-5’ પ્રોગ્રામની સઘળી માહિતી આ બે લેખોમાં સંક્ષિપ્તમાં સમજાવી છે. જો તમારી આગળ પૈસાની છૂટ હોય, વ્હાઈટના પૈસા હોય અને તમારું અમેરિકન સ્વપ્નું હોય તો એ પૂરું કરવા જરૂરથી ‘EB-5’ પ્રોગ્રામ હેઠળ રોકાણ કરો અને ગ્રીનકાર્ડ મેળવો.