Vadodara

લેન્ડફીલ સાઈટ પર ગંદકીનું સામ્રાજ્ય, વડોદરાની બહાર ખસેડવા માગણી

વડોદરા :  વડોદરા શહેરમાં એક તરફ કોરોના મંદ પડ્યો છે.બીજી તરફ ડેન્ગ્યુ, ચિકનગુનિયા મેલેરિયા જેવા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ ધીમે ધીમે માથું ઊંચક્યું છે.જ્યારે વડોદરા શહેર રોગચાળાની ચપેટમાં ધકેલાઈ રહ્યું હોય તેમ શહેરમાં કોરોરેશનની ચાલતી લેન્ડફિલ સાઇટો પર જ્યાં ડોર ટુ ડોર કચરા કલેક્શન દ્વારા સમગ્ર કચરો જ્યાં ઠાલવવામાં આવે છે.ત્યાં ગંદકીનું સામ્રાજ્ય તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. વડોદરા શહેરમાં હાલ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માઝા મૂકી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરરોજ સેમ્પલીંગની કામગીરી કરી લોહીના નમૂના લેવામાં આવી રહ્યા છે.

જેમાંથી ડેન્ગ્યુ , ચીકનગુનિયા , મેલેરિયા , કમળો તેમજ તાવ અને ઝાડા ઉલ્ટીના કેસો સામે આવી રહ્યા છે. વડોદરા શહેરનું આરોગ્ય તંત્ર એક તરફ નગરજનોને સ્વચ્છતા જાળવવા સુચના આપવામાં આવી રહી છે તો બીજી તરફ તંત્રના દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે.શહેરમાં ચાલતી લેન્ડફિલ સાઇટો જે માનવવસ્તી વચ્ચે જ આવેલી છે.જેમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન દ્વારા સમગ્ર શહેર સહિત હોસ્પિટલોમાંથી પણ કચરો એકત્ર કરી આ લેન્ડફીલ સાઇટ પર લાવવામાં આવે છે. હાલ આ સાઇટો ઉપર કામ કરતાં ટુ ડોર કચરા કલેકશન ના કર્મચારીઓ તેમજ નાગરીકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપ સામાજિક કાર્યકર કમલેશ પરમાર એ કર્યા છે.

તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં માનવ વસ્તી માં જ લેન્ડફીલ સાઇટ બનાવવામાં આવે છે.જેમાં ડોર ટુ ડોર કચરા કલેકશન દ્વારા શહેર સહિત કેટલીક હોસ્પિટલમાંથી પણ કચરો લેવામાં આવે છે.પરંતુ લેન્ડફિલ સાઈડમાં કોઈપણ જાતનું ફોગીંગ તેમજ ડીડીટી પાવડરનો છંટકાવ પણ કરવામાં આવતો નથી.અનેક કર્મચારીઓ લેન્ડફીલ સાઈટ પર નોકરી કરતા હોય છે.ત્યારે વડોદરા શહેરના મેયર , મ્યુ.કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવે તેવી પરમાર કમલેશ સામાજીક કાર્યકરની માંગ છે.સાથે નાગરિકો પહેલા કોરોના મહામારીથી પીડાતા હતા.

હવે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ડેન્ગ્યુના તેમજ ચિકનગુનિયાના રોગથી પીડાતા જોવા મળે છે.આ રોગ મચ્છર જન્ય રોગ છે. તમામ હોસ્પિટલોમાં અનેક દર્દીઓ દાખલ છે.તેમજ કેટલાક વિસ્તારોમાં નાગરિકો બિમાર હાલતમાં છે.તો જવાબદાર કોણ.? એક તરફ આરોગ્યની મોટી મોટી વાતો કરનાર વડોદરા કોર્પોરેશન તેમજ વડોદરા શહેરના જવાબદાર લોકોને વડોદરા શહેરમાં તમામ વિસ્તારમાં આરોગ્ય અમલદારોને સૂચના આપવામાં આવે સાથે ડોર ટુ ડોર આરોગ્યને લગતી તમામ કામગીરી તાત્કાલિક શરુ કરવામાં આવે અને આ તમામ લેન્ડફીલ સાઈડને તાત્કાલિક વડોદરાની બહાર ખસેડવામાં આવે તેવી સામાજિક કાર્યકર કમલેશ પરમારે માંગણી કરી હતી.

Most Popular

To Top