દુબઈ: એક તરફ હવાઈ મુસાફરી લોકો માટે એકદમ આરામદાયક અને સુવિધાજનક છે, તો બીજી તરફ તે ખૂબ જ અસુરક્ષિત પણ માનવામાં આવે છે. એરોપ્લેનની સમસ્યા એ છે કે તેમાં એક નાનકડી ખામી પણ આખા પ્લેન(plane) ક્રેશ થવાનું કારણ બની જાય છે, જેના કારણે પ્લેનમાં સવાર મોટાભાગના યાત્રીઓ અથવા તો તમામ મુસાફરોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. આવી જ મોટી અને ગંભીર બેદરકારી અમીરાત ફ્લાઈટ(Emirates Flight)ની સામે આવી છે. દુબઈ(Dubai)થી બ્રિસ્બેન (Brisbane)ની ફ્લાઈટના લગભગ 14 કલાક પછી જ્યારે ફ્લાઈટ લેન્ડ થઈ અને પેસેન્જર્સ(Passengers) પ્લેનમાંથી નીચે ઉતર્યા ત્યારે તેમણે જોયું કે પ્લેનમાં એક મોટું કાણું(Hole) હતું જેની સાથે તેઓ આટલા લાંબા પેસેન્જરને લઈ ગયા હતા. આ કાણું પ્લેનની પાછળના ભાગમાં હતું.
આ હતી સમગ્ર ઘટના
અમીરાત ફ્લાઈટની એરબસ A380 એ 1 જુલાઈના રોજ દુબઈથી બ્રિસ્બેન માટે ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યા બાદ વિમાન સમુદ્રની ઉપર પહોંચતા જ મુસાફરોએ મોટા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. જો કે, વિસ્ફોટના અવાજ છતાં, ક્રૂએ પ્લેન ઉડાવવાનું ચાલુ રાખ્યું હતું અને 13.5 કલાકની ફ્લાઇટ પછી બ્રિસ્બેન પહોંચ્યા હતા. એવિએશન હેરાલ્ડે અહેવાલ આપ્યો કે ક્રૂને ડર હતો કે ટેક-ઓફ દરમિયાન પ્લેનનું ટાયર ફાટી ગયું હતું. લેન્ડિંગ પહેલા તેણે ક્વીન્સલેન્ડ એરપોર્ટની એર કંટ્રોલ ટીમને જાણ કરી અને ઈમરજન્સી ટીમને સ્ટેન્ડબાય પર રહેવા વિનંતી કરી હતી. જો કે, મુસાફરો વિમાનમાંથી નીચે ઉતર્યા કે તરત જ પ્લેનની જમણી બાજુએ એક મોટું કાણું જોઈને તેઓ દંગ રહી ગયા. વિમાનમાં મોટું કાણું જોઈને ઈમરજન્સી સેવાના કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તપાસ દરમિયાન, ટીમને નોઝગિયરમાં બહાર નીકળતો બોલ્ટ પણ મળ્યો છે, પરંતુ ઘટનાનું કારણ શું છે તે કહેવું મુશ્કેલ છે. એરક્રાફ્ટને નુકસાન થવાને કારણે ફ્લાઇટ દુબઈ પરત ફરી શકી ન હતી અને 17 કલાક સુધી બ્રિસ્બેનમાં રહી હતી.
અમારા જીવને જોખમ ઉભું કરી દીધું: મુસાફરો
પ્લેનના મુસાફરોએ જણાવ્યું કે ટેકઓફ થયાના 45 મિનિટ પછી જ તેઓએ જોરદાર ધડાકો સાંભળ્યો હતો. પરંતુ જ્યારે તેણે પ્લેનના ક્રૂને આ વિશે પૂછ્યું તો ક્રૂએ કહ્યું કે આ કોઈ મોટી વાત નથી. પરંતુ જ્યારે તેઓ પ્લેનમાંથી ઉતર્યા ત્યારે તેને ખબર પડી કે આ પ્લેનમાં મોટું કાણું હતું અને આ તેઓએ પ્લેનમાં ખામી સાથે 14 કલાક મુસાફરી કરી હતી. આવી બેદકારી રાખી તેઓનાં જીવ સામે જોખમ ઉભું કરી દીધું હતું.
પાયલોટે દરેકનો જીવ જોખમમાં મૂક્યો
આટલા મોટા કાણાં સાથે 14 કલાકની ફ્લાઇટ પૂરી કરવાનું વિચારીને પાઇલટે મોટી ભૂલ કરી છે. જ્યારે જોરથી વિસ્ફોટ થયો ત્યારે તે જ સમયે આ બાબતની તપાસ થવી જોઈતી હતી અને પ્લેનનું તાત્કાલિક ઈમરજન્સી લેન્ડિંગ કરવું જોઈતું હતું. જો કે પ્લેનમાં બ્લાસ્ટ બાદ ફૂડ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી અને પાંખોની પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ મુસાફરોને કહેવામાં આવ્યું કે તેમનું વિમાન લેન્ડિંગ સમયે બીજા રનવે પર ઉતરશે.