Business

એલોન મસ્કે તેના કૂતરાને ટ્વિટર CEOની ખુરશી પર બેસાડ્યો!, કહ્યું બીજા કરતા છે સારો

નવી દિલ્હી: એલોન મસ્કે (Elon Musk) ગત વર્ષે ટ્વીટર (Twitter) ખરીદ્યા બાદથી તેઓ સતત ચર્ચમાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ ટ્વીટરમાં ઘણા મોટા ફેરફારો કરી રહ્યા છે. અગાઉ તેમણે કહ્યું હતું કે તેઓ ટ્વીટરના CEOનું પદ છોડવા માંગે છે અને તે નવા ટ્વીટરના CEOના શોધમાં છે. હવે અચાનક જ તેમણ ટ્વીટર પર એક ટ્વીટ કરી નવા CEOની જાહેરાત કરી છે. પરંતુ આ નવા સીઈઓ માણસ નહીં પરંતુ કૂતરો છે. એલોન મસ્કે ટ્વીટ કરીને આ વિશે જણાવ્યું છે.

એલોન મસ્કે ટ્વિટર હેન્ડલ પર ટ્વીટની સાથે કૂતરાનો ફોટો પણ શેર કર્યો છે અને કહ્યું છે કે તે જૂના CEO કરતા વધુ સારો સાબિત થશે. ઈલોન મસ્કે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે ટ્વિટરના નવા CEO અદ્ભુત છે. તેણે પોતાના આગામી ટ્વીટમાં એમ પણ કહ્યું છે કે આ નવા સીઈઓ અગાઉના સીઈઓ કરતા ઘણા સારા છે. આ દરમિયાન લોકોએ અનુમાન લગાવ્યું છે કે એલોન મસ્ક ટ્વિટરના જૂના સીઈઓ પરાગ અગ્રવાલન પર કટાક્ષ કરી રહ્યા છે.

ત્યારે બીજી તરફ મસ્કે લખ્યું છે કે આ નંબર સાથે ખૂબ જ સારો છે. જ્યારે ત્રીજા ફોટોમાં મસ્કે તેના કૂતરાનો સ્ટાઈલિશ ફોટો મૂકીને તેની પ્રશંસા કરી હતી. એલોન મસ્કે મૂકેલી ટ્વીટને 1 લાખ લાઈક્સ મળી ચુકી છે. આ અંગે લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ટ્વીટને મજાક તરીકે જોવામાં આવી રહી છે. આ મસ્કનો પાલતુ કૂતરો ફ્લોકી (શિબા ઇનુ) છે. મસ્કે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે તે અન્ય લોકો કરતા વધુ સારી છે.

મસ્કે તેના શિબા ઇનુ કૂતરાના કેટલાક ફોટા પણ પોસ્ટ કર્યા છે. ફોટોમાં કૂતરો સીઈઓની ખુરશી પર બેઠેલો જોવા મળે છે. આ સિવાય તેણે કાળા રંગનું સ્વેટર પહેર્યું છે. તેના પર CEO લખેલું છે અને તેની સામેના ટેબલ પર ટ્વિટરના CEO સંબંધિત દસ્તાવેજો પણ દેખાય છે. તેમાં પંજાના નિશાન પણ જોવા મળે છે. તેના ટેબલ પર એક નાનું લેપટોપ પણ છે, જેના પર ટ્વિટરનો લોગો બનેલો છે. ઈલોન મસ્કે ફ્લોકીનો બીજો ફોટો પણ શેર કર્યો છે. બીજા ફોટામાં તેણે ટાઈ પણ પહેરેલી છે અને તેના ટેબલ પર ઘણા દસ્તાવેજો પડ્યા છે. એલોન મસ્કના ટ્વીટ બાદ લોકોએ ઘણા રિએક્શન આપ્યા હતા. કેટલાક લોકએ આ ટ્વીટને ઘણા મજાકમાં લીધો હતો જ્યારે કેટલાક લોકોએ તેને ટ્વીટરના પૂર્વ CEO સાથે સરખામણી કરી હોવા બદલ એલોન મસ્કની ટીકા કરી હતી.

તમને જણાવી દઈએ કે મસ્કે 44 બિલિયન ડોલરમાં ટ્વિટર ડીલ પૂર્ણ કર્યા બાદ પરાગ અગ્રવાલને કંપનીએ બહારનો રસ્તો બતાવ્યો હતો. માત્ર ટ્વિટરના પૂર્વ સીઈઓ જ નહીં પરંતુ ટ્વિટરના લીગલ હેડ વિજયા ગડ્ડે અને સીએફઓ નેલ સેગલને પણ કંપનીએ બહારનો રસ્તો બતાવ્યો હતો.

Most Popular

To Top