નવી દિલ્હી: એલોન મસ્ક (Elon Musk) પોતાના ટ્વિટને (Twitted) લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ખાસ કરીને જ્યારથી એલોન મસ્કના હાથમાં ટ્વિટરની (Twitter) કમાન આવી છે. ત્યારથી ટ્વિટરને લઈને કંઈકને કંઈ નવું અપડેટ્સ જોવા મળે છે. એસોન મસ્ક પોતાના નિવદેન અને ટ્વિટને લઈને વિવાદોમાં ફસાઈ જાય છે ત્યારે આ વખતે એલોન મસ્કે યુઝર્સને અમેરિકાના (America) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વિશે પૂછ્યું છે. આ એક પોલ (Poll) પ્રક્રિયાથી પૂછવામાં આવેલો પ્રશ્ન છે જેમાં યુઝર્સે હા અથવા ના નો જવાબ આપવાનો હોય છે.
એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના માલિક બન્યા છે, ત્યારથી તે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત સક્રિય છે. દરરોજ કોઈને કોઈ નવા અપડેટ્સ રિલીઝ કરવામાં આવતા હોય છે. હવે એલોન મસ્કે ટ્વીટ કરીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને રિસ્ટોર કરવા અંગે પૂછ્યું છે. આ પહેલા એલોન મસ્કે ટ્વિટરની નવી પોલિસીની જાહેરાત કરી હતી. ટ્વિટરની નવી પોલિસી હેઠળ તેમણે કહ્યું કે નેગેટિવ ટ્વીટ્સને પ્રમોટ કરવામાં આવશે નહીં.
પોતાના લેટેસ્ટ ટ્વીટમાં એલોન મસ્કે ટ્વિટર પર ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને રિસ્ટોર કરવા અંગે યુઝર્સને તેમનો અભિપ્રાય પૂછ્યો છે. આ માટે તેઓએ એક પ્રશ્ન કર્યો છે, જેનો જવાબ ‘હા’ અથવા ‘ના’માં આપવો પડશે. અગાઉ, મસ્કે ટ્વીટ કર્યું હતું કે કેથી ગ્રિફીન, જોર્ડન પીટરસન અને બેબીલોન બીના એકાઉન્ટ રિસ્ટોર કરી દેવામાં આવ્યા છે, પરંતુ કંપનીએ હજુ સુધી પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ પર નિર્ણય લીધો નથી.
મસ્કે ટ્વિટરની નવી નીતિની જાહેરાત કરી
એલોન મસ્કે ટ્વિટરની નવી નીતિની જાહેરાત કરી હતી. મસ્કે ટ્વીટ કર્યું, “નવી ટ્વિટર નીતિ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પરંતુ ઍક્સેસની સ્વતંત્રતા નથી. ટ્વિટર હેટ સ્પીચ અથવા નેગિટિવ ટ્વિટ્સને ડિબૂસ્ટ અને ડિમોનેટાઇઝ કરશે, તેથી ટ્વિટર પર કોઈ જાહેરાત અથવા અન્ય આવક સ્ટ્રીમ્સ ઉપલબ્ધ રહેશે નહીં. આ સિવાય નેગિટિવ ટ્વિટ્સ તમને ટ્વિટર પર જોવા મળશે નહીં જ્યાં સુધી તમે તેને ખાસ રીતે શોધી ન શકો.
સત્તા પરિવર્તન દરમિયાન એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે 2021 માં, સત્તા પરિવર્તન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ સંપૂર્ણપણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે અમેરિકાની ચૂંટણી બાદ જો બિડેન રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા હતા. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વ્હાઇટ હાઉસની બહાર અને અંદર હંગામો મચાવ્યો હતો. ભીડના આ હિંસક પ્રદર્શનને જોતા ટ્વિટરે અગાઉ ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક માટે સસ્પેન્ડ કરી દીધું હતું. અને ત્યાર બાદ તેને સંપૂર્ણપણે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.