Business

ઈલોન મસ્કે ટ્વિટરનો સંપૂર્ણ હિસ્સો ખરીદવા કંપનીને આપી આ ઓફર

નવી દિલ્હી: ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના સ્થાપક ઈલોન મસ્કે (Elon Musk) ટ્વિટરને ગુરુવારે એક મોટી ઑફર (Offer) આપીને બધાને સ્તબધ કરી દીધા છે. તાજેતરમાં ટ્વિટરનો (Twitter) તેમણે 9.2 ટકા હિસ્સો ખરીદ્યો હતો. હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્કે ટ્વિટર ખરીદવાની (To buy) ઓફર કરી છે. આ માટે તેમણે $43 બિલિયન (અંદાજે રૂ. 3273.44 બિલિયન) રોકડ ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

આ માટે મસ્કે ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરને પત્ર લખ્યો છે. મસ્કે લખ્યું છે કે તેમની આ ઓફર ટ્વિટર માટે શ્રેષ્ઠ અને અંતિમ ઓફર છે. જો તે સ્વીકારવામાં નહીં આવે તો તેમણે શેરહોલ્ડર તરીકે કંપનીમાં તેમની સ્થિતિ પર પુર્નવિચાર કરવો પડશે. તમને જણાવી દઈએ કે મસ્ક 9.2 ટકા હિસ્સા સાથે ટ્વિટરના સૌથી મોટા વ્યક્તિગત શેરહોલ્ડર છે.

  • તાજેતરમાં મસ્કે ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો હતો
  • મસ્કે ટ્વિટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો
  • ઇલોન મસ્કે પ્રતિ શેર $54.20 માં ટ્વિટર ખરીદવાની ઓફર કરે છે

આ અઠવાડિયાની શરૂઆતમાં મસ્કે ટ્વિટરના બોર્ડમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. આ વિશે વધુમાં મસ્કે કહ્યું હતું કે બોર્ડ સીટ લેવાથી કંપનીને ટેકઓવર કરવાની શક્યતા ખતમ થઈ જશે. તેથી તેમણે બોર્ડની બેઠકમાં જોડાવાની ના પડી દીધી. આ નિર્ણય લીધાના થોડા દિવસો બાદ તેમણે આ ઓફર કરી હતી. મસ્કે ટ્વિટરને પ્રતિ શેર $54.20 (અંદાજે રૂ 4,100) ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ટ્વિટરમાં ઇલોન મસ્કે 4 એપ્રિલે 9.2 ટકા હિસ્સો લીધો હતો. કંપનીમાં હિસ્સો લીધા પછી મસ્કે ટ્વિટર વિશે ટ્વિટ કરવાનું શરૂ કર્યું. તેમણે ટ્વિટર હેડક્વાર્ટરને બેઘર આશ્રયસ્થાન બનાવવા અને ટ્વિટ્સમાં એડિટ બટન આપવા વિશે અન્ય વપરાશકર્તાઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું. આ સિવાય તેમણે પ્રીમિયમ યુઝર્સને ઓટોમેટિક વેરિફિકેશન આપવાની વાત પણ કરી હતી. તેમના એક ટ્વિટ અનુસાર, ટ્વિટરની સ્થિતિ સારી નથી કારણ કે વધુ ફોલોઅર્સ ધરાવતી ઘણી સેલિબ્રિટીઓ ઘણી ઓછી ટ્વિટ કરે છે.

Most Popular

To Top