મોંઘા કપડા અને ઘરવખરીને કાતરી ખાનાર ઉંદરને મારવો અને એજ ઉંદરને ગણપતિદાદાના સાંનિધ્યમાં પૂજા કરવી. બાળકોને રમકડા અને ઘરવાળીને સાડલો અપાવવાની કંજુસાઇ કરનાર, દાની હોવાનો દેખાડો કરનાર, પવિત્ર નદીમાન સઘળાપાપ ધોવા અને તેજ ધોયેલા પાપવાળુ પાણી ઘરમાં છાંટીને પવિત્ર (અપવિત્ર) કરવું. પારકા પર હિત ઉભરાઇ આવવુ અને પોતિકાને જાકારો આપવો. ભુલાયેલા દોસ્તોને યુ ટયુબ પર શોધવા અને નજીકના મિત્રને ભુલી જવા. નારી મુકિતની વાતો કરનાર ઘરમાં તેનાથી વિપરીત વર્તન કરવું.
સુરત -અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.