આજકલ સાંભળવામાં આવતો આ શબ્દ સરકારને ભ્રષ્ટાચાર સામે ઘેરી લેવા માટે પૂરતો હતો.પરંતુ આ સરકાર ચાલાકી માં કોઈને પણ ગાંઠે તેમ નથી.ઇલેક્ટ્રોરલ બૉન્ડ માં જો કંઈ જ ખોટું નથી તો એસબીઆઈ એ તેની માહિતી આપવા ચૂંટણી પતી જાય પછીનો સમય કેમ માંગ્યો હતો? સુપ્રિમ કોર્ટના આદેશ પછી જ તરત એ માહિતી કેમ આપવામાં આવી? જે કંપનીઓ પર સરકારી એજન્સી ની રેડ પડી પછી જ એ લોકો એ કરોડો રૂપિયા બીજેપી ને કેમ દાન માં આપ્યા? ચાલો આપ્યા તો પણ વાંધો નહીં તો પછી રેડ કેમ પડી હતી? એ કંપની ના માલિકોએ શું ખોટું કર્યું હતું?
જો વગર સબુતે કે કથાકથિત આરોપ લાગવાથી એક રાજ્યના મુખ્યમંત્રી ને સરકારી એજન્સી જેલમાં પૂરી શકે,દેશની સૌથી જૂના પક્ષના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી શકે તો આ કંપનીઓ ના માલિકો પર કેમ કોઈ કાર્યવાહી ન થઈ? દેશના નાણાં મંત્રી ના પતિએ કહ્યું કે ઇલેક્ટ્રોરલ બૉન્ડ એ દેશ નહીં દુનિયાનો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે કેમ એના પર કોઈ કૉમેન્ટ નથી આવી? જો આજ વાત કોઈ અન્ય પક્ષના નેતા એ કહીં હોતે તો? સૌથી વધુ દાન છ હજાર કરોડ થી પણ વધુ નું એકલું બીજેપી ને મળ્યું છે.બીજેપીમાં આવતા જ બધા ભ્રષ્ટાચારી નેતા પ્રખર રાષ્ટ્ર ભક્ત કેવી રીતે બની જાય છે? આ મુદ્દા થી ધ્યાન ભટકાવવા કેજરીવાલ ની ધરપકડ અને અહી રૂપાલા સાહેબ નું માફીનામું આખો દિવસ ચાલે એટલે કોઈ ઇલેક્ટ્રોરલ બૉન્ડ પર વાત કરે જ નહીં.કદાચ આજ ગુજરાત મૉડલ ની વાસ્તવિકતા હશે.
બીજેપીને કરોડો રૂપિયા દાન આપો, બીજેપી સરકાર દાન આપનાર ને પાણીનાં ભાવે જમીન આપે, ગોચર ની જમીન પણ આપે,ટેકસમાં રાહત પણ આપે,લોન માફી પણ આપે,અને આ ઉદ્યોગપતિઓ ને વધુ કમાવવા માટે કોન્ટ્રાક્ટ પ્રથા રાખે. ગુજરાત માં સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા તમામ લોકો માટેની એજન્સી કોની માલિકી ની છે તે તપાસ થવી જોઈએ. શું કોન્ટ્રાક્ટ પ્રથા વચેટિયા ને વધારો નથી આપતી? આપણે ત્યાં રાજનીતિ માટે કેહવાય કે હમામ મેં સબ નંગે હૈ,તો પ્રજા શું કરશે? આ સરકાર ના ખાવાના દાંત અને બતાવવાના દાંત જુદા છે.પ્રજા એ જાગવું પડશે નહીં તો હંમેશ માટે ઊંઘી ગયા સમજો.
સુરત – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.