National

મુઝફ્ફરપુરમાં વીજળી વિભાગની બેદરકારીના કારણે ટ્રક ચાલક જીવતો સળગી ગયો… લોકો જોતા જ રહી ગયા

મુઝફ્ફરપુરઃ બિહારના (Bihar) મુઝફ્ફરપુરમાં વીજળી વિભાગની (Electricity department) બેદરકારીના કારણે એક ટ્રક ડ્રાઈવર (Truck Driver) વાહનમાં જ જીવતો સળગી ગયો હતો. જેના કારણે તેનું ઘટના સ્થળે જ કરુણ અવસાન (Death) થયું હતું. મૃતક ટ્રક ડ્રાઈવર પંકજ કુમાર સરૈયા પોલીસ સ્ટેશન (Police Station) હેઠળના નરગી જીવનનાથ ગામનો રહેવાસી હતો. ઘટના કથૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર ભેડિયાહી ગામની છે. મળતી માહિતી મુજબ, પંકજ કુમાર છેલ્લા આઠ વર્ષથી રેતીની ટ્રક (Truck) ચલાવતો હતો.

માહિતી મળતા જ કઠૈયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજપત કુમાર ફાયર યુનિટ (Fire Unit) સાથે ઘટના સ્થળે પહોંચ્યાં હતા. આગ ઓલવવા માટે મોતીપુર ફાયર સ્ટેશનથી (Fire Station) ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. સ્થાનિક સ્તરે પંચાયતના જનપ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકરોની મદદથી રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ ત્રણ કલાકમાં આગ (Fire) પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

હાઇવે પર રેતી ભરીને રવિવારે (Sunday) મોતીપુર રેતી મંડીથી રામપુર ભેડિયાહી જવા નીકળી હતી. ડ્રાઈવરે રેતી ઉતારવા માટે હાઈડ્રોલિક કાસ્ટ ઉપાડી હતી. આ દરમિયાન 11 KVનો વાયર લટકતો હતો. વીજળી વિભાગની બેદરકારીના કારણે તાર નીચે લટકી રહ્યો હતો. ટ્રકનો ઘાટ 11 kV વાયરને અડયો હતો. જોત જોતામાં ટ્રક સળગવા લાગી હતી અને ડ્રાઈવર પંકજ પણ ટ્રક છોડીને ભાગી શક્યો ન હતો. ગ્રામજનોની જાણ પર પાવર કટ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં પંકજ સંપૂર્ણ રીતે દાઝી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ટ્રકમાં લાગેલી આગ નજીકના ઘરોમાં ફેલાઈ હતી. જેમાં બે પરિવારના ઘર બળીને રાખ થઈ ગયા હતા. જેમાં બે બાઇક, ઘરવખરીનો તમામ સામાન અને અનાજ બળીને રાખ થઇ ગયું હતું. સ્થાનિક મુન્ના ચૌધરીએ જણાવ્યું કે રામનાથ ચૌધરી અને તેના ભાઈનું ઘર બળીને રાખ થઈ ગયું છે. આ ઘટના બાદ આસપાસના લોકોમાં ગભરાટ અને ભાગદોડ મચી ગઈ હતી, જેના કારણે લોકો પાણી વડે આગ ઓલવતા પણ ડરતા હતા.

ઘટનાની જાણ થતાં મૃતકના ભાઈ અજય સિંહે જણાવ્યું કે પંકજ પરિણીત છે અને તેના બે નાના બાળકો છે. બાળકોની દેખભાળ કરવાવાળું કોઈ નથી.

Most Popular

To Top