Dakshin Gujarat Main

જિલ્લા પંચાયતની 34, તાલુકા પંચાયતોની 176 તેમજ 4 ન.પા.ની ચૂંટણીની મતગણતરી

સુરત: (surat) સુરત જિલ્લામાં ગત રવિવારે યોજાયેલી જિલ્લા પંચાયતની 34, તાલુકા પંચાયતોની 176 તેમજ 4 નગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરીની (Counting of votes) પ્રક્રિયા આવતીકાલ તા.2 માર્ચ 2021ના રોજ સવારે 8 કલાકથી જુદા જુદા 9 સ્થળોએ હાથ ધરવામાં આવશે. ચોયાર્સી તાલુકા પંચાયતની (Taluka Panchayat) મતગણના સુરતના પીપલોદ સ્થિત શારદાયતન સ્કુલ ખાતે, ઓલપાડ તાલુકા પંચાયતની મતગણતરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઓલપાડ ખાતે, કામરેજ તાલુકા પંચાયતની મતગણતરી રૂમ નં.16, ભક્તા કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે, પલસાણા તાલુકા પંચાયતની મતગણના ડીબી હાઇસ્કુલ પલસાણા ખાતે કરાશે.

બારડોલી તાલુકા પંચાયતની મતગણતરી અસ્તાન કન્યા વિદ્યાલય અસ્તાન ખાતે, મહુવા તાલુકા પંચાયતની મતગણતરી કાછલ સ્થિત સરકારી કોલેજ ખાતે, માંડવી તાલુકા પંચાયતની મતગણતરી માંડવી સ્થિત અવિચળ કોલેજ સંકુલમાં, માંગરોળની મતગણતરી એસ.પી. મદ્રેસા હાઇસ્કુલ માગરોળ ખાતે અને ઉમરપાડા તાલુકા પંચાયતની મતગણતરી સરકારી કોલે ઉમરપાડા ખાતે યોજાશે. આ દરેક સ્થળે જે તે તાલુકા પંચાયતમાં આવતી જિલ્લા પંચાયતોની સીટોની મતગણના પણ સમાંતર યોજાશે.

અધિકૃત વ્યક્તિ સિવાય મતગણતરી કેન્દ્રો પર પ્રવેશ પ્રતિબંધ

સવારે 11 કલાકથી પરીણામો આવવાના શરૂ થઇ જશે. મતગણતરીને અનુલક્ષીને મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તેમ હોઇ, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર તેમજ આરોગ્ય વિભાગે કેટલાક પગલાં ભર્યા છે. અધિકૃત સિવાય કોઇપણ વ્યક્તિને મતગણતરી કેન્દ્રો પર પ્રવેશ અપાશે નહીં. કોવીડ-19ની ગાઇડલાઇન્સનો ચૂસ્ત પણે અમલ કરવામાં આવશે.

તાપી જિલ્લામાં 8 મતગણતરી કેન્દ્રો

તાપી જિલ્લામાં આઠ મતગણતરી કેન્દ્રો ખાતે સવારે ૯ વાગ્યાથી મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મુજબ વ્યારા ખાતે શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પનીયારી, વાલોડમાં સ.ગો.હાઈસ્કૂલ વાલોડ, ડોલવણમાં તાલુકા સેવા સદન ખાતે, સોનગઢમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ઓટા રોડ સોનગઢ ખાતે, ઉચ્છલમાં સાર્વજનિક હાઈસ્કુલ ઉચ્છલ ખાતે, નિઝર અને કુકરમુંડા તાલુકાની મતગણતરી નિઝર સ્થિત આર.જી.પટેલ હાઈસ્કૂલ ખાતે થશે. જ્યારે વ્યારા નગર પાલિકાની મતગણતરી વ્યારામાં જે.બી. એન્ડ એસ.એ. સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવશે.

તાપી જિલ્લામાં સાત તાલુકા પંચાયત ઉપર નોંધાયેલી ટકાવારી

વ્યારા તાલુકા પંચાયત-68.80 ટકા
વાલોડ તાલુકા પંચાયત-74.20 ટકા
ડોળવન તાલુકા પંચાયત-74.84 ટકા
સોનગઢ તાલુકા પંચાયત-74.75 ટકા
ઉચ્છલ તાલુકા પંચાયત-82.11 ટકા
નિઝર તાલુકા પંચાયત-76.72 ટકા
કુકરમુંડા તાલુકા પંચાયત-79.21 ટકા

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top