અત્યારે દેશમાં રાજકીય ધમાસાણ મચ્યું છે. ચર્ચાના કેન્દ્રસ્થાને છે ચૂંટણીપંચ. ભારતમાં બંધારણે જે સ્વાયત્તસતાઓ આપી છે તેવી સંસ્થાઓમાં ન્યાયતંત્ર જેટલું જ મહત્ત્વનું ચૂંટણીપંચ છે. દેશમાં સંસદીય લોકશાહી માટે ચૂંટણી અનિવાર્ય છે અને આ ચૂંટણી દ્વારા વિજેતા ઉમેદવારોને સત્તા સોપવાનું અગત્યનું કામ ચૂંટણીપંચ કરે છે. ચૂંટણીપંચ તટસ્થ રીતે પક્ષાપક્ષીથી પર રહીને આ કામ કરવાનું હોય છે. ભારતમાં ચૂંટણીપંચને બંધારણે કેટલીક અમર્યાદિત સત્તાઓ આપી છે જેમાંની કેટલીક આપણે જાણીયે છીએ જેમકે ચૂંટણી સમયે તે કોઈને પણ કામગીરી સોપી શકે છે. ચૂંટણીના ખર્ચાઓનું ઓડીટ હોતું નથીઃ વગેરે ચૂંટણી પંચ વિષે દેશભરમાં ચર્ચાઓ થાય ત્યારે એક અગત્યની ચર્ચા થવી જરૂરી છે અને તે એ કે ચૂંટણીપંચ પાસે જમીન ઉપર વ્યવહારિક કામ કરવા માટેનું માળખું જ નથી!
હા, ચૂંટણીપંચની રચનાથી માંડીને તેની ભૂમિકા કે અમર્યાદિત સત્તાઓ બધું જ બંધારણમાં છે. તે પક્ષને માન્ય અમાન્ય કરી શકે છે. ઉમેદવારને માન્ય અમાન્ય કરી શકે છે. તે ઉમેદવારની હાર જીત જાહેર કરે છે. એટલે બંધારણીય સત્તાઓ દ્વારા એ સ્પષ્ટ છે કે છતની પંચનો પાયો મજબૂત છે. વળી નેવું કરોડ મતદાતાઓ માટે ચૂંટણી યોજી સાઈઠ કરોડ મતદાતાઓના મત ગણાવી પરિણામો જાહેર કરવા સુધીની કામગીરી દ્વારા તેની કામગીરીની ધજા વિશ્વ ફરકે છે. ચૂંટણી પંચ પાસે ચૂંટણી કમિશનરની કચેરી છે. હાલ ત્રણ ચૂંટણી કમિશનરો છે. શ્રી ટી.એન. શેષન આવ્યા બાદ ભારતમાં સામાન્ય પ્રજા ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી પંચનું મહત્ત્વ સમજતી થઇ! મતદાર ઓળખપત્ર પણ ત્યાર બાદ દાખલ થયું. ઓળખાણના પુરાવા સાથે મતદાન કરવાની સત્તાવાર શરૂઆત પણ પછી થઇ. બાકી તો દર પાંચ વર્ષે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી પંચ અને તે સંબંધિત ચર્ચાઓ પણ થતી બાકી બધું રામ રામ!
વાત અગત્યની ને મહત્ત્વની છે તે હવે કે ભારતમાં ચૂંટણી પંચનો બંધારણીય સત્તા દ્વારા પાયો મજબૂત છે. ઉપર ચૂંટણી પંચ અને તેની સત્તાવાર ઓફિસ અને દરેક રાજ્યમાં એક કેન્દ્રીય ઓફિસ છે પણ ચૂંટણી પંચને રોજીંદા જમીની કામ કરવા માટે જે માણસો, ઓફિસો જોઈએ તે છે જ નહીં. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે રાજ્યના વહીવટી અધિકારીઓ આપોઆપ ચૂંટણી પંચના માણસો બની જાય છે. રાજ્ય ચૂંટણી કમિશ્નર અલગ હોય છે પણ પછી તેમના હાથ નીચે જીલ્લા કલેક્ટર જીલ્લા ચૂંટણી અધિકારી અને મામલતદાર તાલુકા અધિકારી બની જાય છે અને પ્રજા સાથે સીધા કામ કરવા માટે હોય છે શિક્ષકો!
આ વાત અતિ ગંભીર રીતે સમજવાની અને આ વ્યવસ્થા બદલાવની જરૂર છે. ચૂંટણી પંચ હવે કાયમી ધોરણે કામ કરતી સંસ્થા છે તેના મતદાર યાદી સુધારણા, મતદાતા કાર્ડ તેયાર કરવા, ચૂંટણી સમયે મતદાતા કાપલી લોકોને પહોંચાડવા અને મતદાન મથકની કામગીરીના અનેકાનેક કામો કરવા માટે ચૂંટણી પંચ પાસે માણસો નથી, માળખું નથી, કાયમ રાજ્યના વહીવટી સ્ટાફ અને સરકારી શિક્ષકોને આ કામગીરી આપવામાં આવે છે.
પહેલા દેશમાં વસ્તી ઓછી હતી. ચૂંટણી પંચ માત્ર પાંચ વર્ષે જ કામગીરીમાં સક્રિય થતું. હવે આવું નથી રોજ લાખો મતદારો જગ્યા બદલી રહ્યા છે અનેક મતદારો પોતાના નામ ઉમેરવા રદ કરવા અરજી કરી રહ્યા છે. ભારતની આખી ચૂંટણી વ્યવસ્થા અને ચૂંટણી કામગીરીનો ખરો યશ જો કોઇને આપવાનો હોય તો આપણા શિક્ષકોને આપવો પડે. બુથ લેવલ કામગીરીથી માંડીને મતદાન મથકની વ્યવસ્થા અને મતગણત્રી સુધીની કામગીરી તેઓ કરે છે. આપણી તો રાજ્ય સરકારને વિનંતી છે કે બીજું કાઈ નહીં તો નગર પાલિકાથી માંડીને લોકસભાની ચૂંટણી માટે કર્માચારી જોઈતા હોય તે આ માટે પણ શિક્ષકની ભારતી કરો. બાકી આવનારા સમયમાં આ ચૂંટણીઓ કરશો કોના દ્વારા?
ચૂંટણી પંચે વહેલી તકે પોતાનું કાર્ય કરતું માળખું બનાવવાની અને તે માટે સ્વતંત્ર કર્મચારીઓની ભારતી કરવી જરૂરી છે. બાકી બંધારણીય સ્વાયત્ત ગણાતા ચૂંટણી પંચની મોટાભાગની કામગીરી રાજ્યનું વહીવટીય અને પોલીસ ખાતું જ કરશે ત્યાં સુધી ચૂંટણી કામગીરીમાં ખરી તટસ્થતા આવશે નહીં. કોઈ કલેક્ટર, માલતદાર કે શિક્ષક, અધ્યાપક એકાદ મહિનાની કે દિવસની ચૂંટણી કામગીરી માટે વર્તમાન સરકાર સામે કાયમી દુશ્મની કરશે નહીં. વ્યવહારમાં બધાને અનુભવ છે કે મામલતદારો કે કલેક્ટરો જે તે રાજ્યની સરકારના માર્ગદર્શન મુજબ જ ચૂંટણીની રોજીંદી કાર્યવાહી કરતા હોય છે અને માટે જ આચારસંહિતાથી માંડીને મતદાન મથકની કામગીરીમાં લખેલા નિયમો જુદા અને જમીનમાં અનુભવ જુદા હોય છે.
તો અંતે વાત એટલી જ કે ન્યાયાલય પાસે તેનું સ્વતંત્ર માળખું અને સ્ટાફ છે. આવકવેરા વિભાગ પાસે પોતાનું માળખું અને સ્ટાફ છે, રેલ્વે પાસે છે પણ ચૂંટણી પંચ પાસે વહીવટીય માળખું અને કાયમી સ્ટાફ જ નથી. તેતો વહીવટી માળખું અને કર્મચારીઓ ઉછીના લઈને કામગીરી ચલાવે છે એટલે મતદાર યાદીના ગોટાળા તો હજુ શરૂઆત છે, જેમ જેમ ઊંડા ઉતરશો નવા નવા ખેલ સામે આવશે કારણ કે, નિસ્બત વગર, જવાબદારી વગર કોઇપણ ભોગે ચૂંટણી કામગીરી પૂરી કરવાના હેતુથી થયેલા કામમાં આવું થાય તે સ્વાભવિક છે. એટલે ચૂંટણી પંચને કામ કરવા કાયમી સ્ટાફ આપો, માળખું આપો. એ સમયની માંગ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે