બિહાર: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) દરમિયાન નેતાઓ સામે સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનો મુખ્યત્વે ત્યારે થઈ કરવામાં આવે છે, જ્યારે જે-તે નેતા દેશના કેટલાલ વિસ્તારોમાં ચૂંટણી રેલી (Election rally) કરી રહ્યા હોય કે જાહેર સભા માટે પહોંચતા હોય. આ પ્રકારે નેતાઓનો વિરોધ કરવો કે જે-તે નેતાઓ વિરુધ્ધ કાળા ઝંડા બતાવવા હવે સામાન્ય થઇ ગયા છે. આવો જ એક મામલે બિહારમાંથી સામે આવ્યો છે.
બિહારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઔરંગાબાદ લોકસભા મતવિસ્તારના ગુરૂમાં ચૂંટણી સભા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત જનતાએ ભાજપ મુર્દાબાદ અને અમિત શાહ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. આ સાથે જ અમિત શાહનું હેલિકોપ્ટર લેન્ડ થતાની સાથે જ કેટલાક લોકોએ અમિત શાહને પાછા જવા માટે પણ નારા લગાવ્યા હતા. તેમજ ત્યાં ઉપસ્થિત લોકોએ લાલુ યાદવ-તેજશ્વી યાદવ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હેલિકોપ્ટર લેન્ડ થતાની સાથે જ કેટલાક લોકોએ ગુજરાતી ગો બેકના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને કારણે સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો કેન્દ્રીય ગૃહમંત્રીની નજીક પહોંચી શક્યા ન હતા. આ વીડિયો વાયરલ થયા બાદ NDA નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ બિહારના સહકાર મંત્રી દ્વારા શહેરના ધારાસભ્ય ડૉ. પ્રેમ કુમાર સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ વાતચીત થઈ શકી ન હતી.
જીતનરામ માંઝીનો પણ વિરોધ કરવામાં આવ્યો છે
સ્થાનિક લોકોનું કહેવું છે કે આજે માત્ર અમિત શાહનો જ વિરોધ નથી થયો, પરંતુ અગાઉ એનડીએના ઉમેદવાર અને અમારા સુપ્રીમો પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી પણ દરરોજ એક કે બીજા વિધાનસભા ક્ષેત્રમાં વિરોધનો સામનો કરી રહ્યા છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ગત લોકસભા ચૂંટણીમાં NDAના JDU ઉમેદવાર વિજય કુમાર માંઝીની જીત થઈ હતી. લોકોનો આરોપ છે કે જીત્યા બાદ તેમણે કોઈ વિકાસ કામ કર્યું નથી, જેના કારણે લોકો ખૂબ નારાજ છે. તેમજ આ જ કારણે જીતનરામ માંઝીને પણ ચૂંટણી પ્રચાર વખતે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.